2021ના જૂન સુધીમાં કોરોના વેક્સિન મળી જશે, હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે આપેલી ખાતરી


- IMCR અને NIV સાથે મળીને સંશોધન કરે છે

નવી દિલ્હી તા.24 ઓક્ટોબર 2020 શનિવાર

ભારતમાં બની રહેલી કોરોનાની રસી  2021ના જૂન સુધીમાં ઉપલબ્ધ થઇ જશે એવી માહિતી ભારત બાચોટેકના પ્રવક્તાએ આપી હતી. 

હૈદરાબાદ સ્થિત આ સંસ્થા ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ અને નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઑફ વાઇરોલોજી (IMCR અને NIV) સાથે મળીને સંશોધન કરી રહી હતી. આ રસીની ત્રીજી ક્લીનીકલ ટેસ્ટને મંજૂરી મળી ચૂકી હતી. 

અગાઉ બે તબક્કાના ક્લીનીકલ ટેસ્ટમાં આ રસી કામિયાબ નીવડી હતી અને IMCRએ એને સમર્થન આપ્યું હતું. ભારત બાયોટેકના એક પ્રવક્તાએ કહ્યું કે સરકાર ઇમર્જીન્સી ઉપયોગની મંજૂરી આપે તો આ રસી કોવેક્સિન બજારમાં વહેલી પણ આવી શકે છે. 

ભારત બાયોટેકના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર સાંઇ પ્રસાદે કહ્યું કે દેશનાં ચૌદેક રાજ્યોમાં વીસ હજાર વોલન્ટિયર્સ પર આ રસીના ક્લીનીકલ ટેસ્ની તૈયારી અમે કરી રહ્યા હતા. અમને બધી જરૂરી પરવાનગી સમયસર મળી જશે તો 2021ના જૂનમાં આ રસી સૌ કોઇને ઉપલબ્ધ થશે. આ વેક્સિન નિષ્ક્રીય વાઇરસની સહાયથી કોવેક્સિન બનાવવામાં આવી હતી. કોરોના વાઇરસનું આ રસી સ્વરૂપ વ્યક્તિની રોગ સામે લડવાની ક્ષમતા (ઇમ્યુનિટી પાવર ) અનેકગણો વધારી દેશે એટલે સક્રિય કોરોના વાઇરસ પણ કોઇને નુકસાન પહોંચાડી નહીં શકે.




from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37ze3XO
via IFTTT

Post a Comment

0 Comments