નવી દિલ્હી, તા. 24 ઑક્ટોબર 2020, શનિવાર
નવરાત્રીમાં અષ્ટમી અથવા નવમીના દિવસે કંજક પૂજા કરવામાં આવે છે. આ દિવસે નવ કન્યાઓની પૂજાની સાથે કાળ ભૈરવના બાળ સ્વરૂપની પણ પૂજા થાય છે. એવી માન્યતાઓ છે કે કાળ ભૈરવની પૂજા વગર માતા દુર્ગાની આરાધના અને નવ દિવસોના ઉપવાસ અધૂરા છે. એટલા માટે નવરાત્રીમાં જે લોકો વિશેષ સિદ્ધિઓ માટે માતા દુર્ગાની પૂજા કરે છે તેમના માટે ભગવાન ભૈરવની પૂજા કરવી પણ જરૂરી છે.
આ જ કારણ છે કે મા દુર્ગાના સ્વરૂપ ધરાવતા જેટલા પણ મંદિર છે તેની આસપાસ કાળ ભૈરવનું મંદિર હોય છે. માતાના દર્શન બાદ લોકો કાળ ભૈરવના દર્શન માટે પણ જાય છે અને તેમની પાસેથી પોતાના કષ્ટ દૂર કરવાની મન્નત પણ માંગે છે.
ગૃહસ્થ લોકો ભૈરવની પૂજા નથી કરતાં
ગૃહસ્થ લોકો કાળ ભૈરવની પૂજા નથી કરતાં અને ન તો તેમને ઘરમાં સ્થાપિત કરે છે. તેમને તંત્રના દેવતા માનવામાં આવે છે. જો કે બટુક ભૈરવ અથવા બાળ ભૈરવની પૂજા ગૃહસ્થ લોકો કરી શકે છે. 6-7 વર્ષના બાળ ભૈરવ સ્વરૂપની પૂજા કરી શકાય છે જ્યારે બટુક ભૈરવ 15-16 વર્ષના કિશોર સ્વરૂપે પૂજવામાં આવે છે.
કેવી રીતે થયો હતો ભૈરવનો જન્મ?
હિન્દૂ ધર્મની માન્યતાઓ અનુસાર, એકવાર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ વચ્ચે પોતાની શ્રેષ્ઠતાને લઇને વિવાદ સર્જાયો હતો. જેને ઉકેલ લાવવા માટે ત્રણેય લોકોના દેવ ઋષિ મુનિ પાસે પહોંચ્યા. ઋષિ મુનિએ વિચાર-વિમર્શ કરીને જણાવ્યું કે ભગવાન શિવ જ સૌથી શ્રેષ્ઠ છે.
આ વાત સાંભળીને બ્રહ્માજી નારાજ થઇ ગયા અને તેમણે ભગવાન શિવના સન્માનને ઠેસ પહોંચાડવાનું શરૂ કરી દીધું. આ જોઇ શિવજી ક્રોધિત થઇ ઉઠ્યા. ભોલેનાથનો રોદ્ર સ્વરૂપ જોઇને સમસ્ત દેવી-દેવતાઓ ભયભીત થઇ ગયા. કહેવાય છે કે શિવજીના આ ક્રોધથી જ કાળ ભૈરવનો જન્મ થયો હતો. ભૈરવનું સ્વરૂપ ભયાનક તો છે પરંતુ સાચા મનથી જે પણ તેમની ઉપાસના કરે છે તેમની સુરક્ષાનો ભાર તેઓ સ્વયં પોતાની પર પર ઉઠાવી લે છે.
from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IUfs0I
0 Comments