
- આમ છતાં ઓક્સફર્ડ ક્લીનીકલ ટ્રાયલ ચાલુ રાખશે
નવી દિલ્હી તા.22 ઓક્ટોબર 2020 ગુરૂવાર
કોરોનાના નિવારણ માટે એસ્ટ્રાજેનેકા અને ઓક્સફર્ડ યુનિવર્સિટીએ તૈયાર કરેલી રસીના ક્લીનીકલ ટ્રાયલ દરમિયાન એક વોલન્ટિયરનું અવસાન થયું હતું. જો કે આમ થવાથી રસીની ક્લીનીકલ ટ્રાયલ અમે રોકવાના નથી એમ ઓક્સફર્ડ યુનિવર્સિટીએ જાહેર કર્યું હતું. એસ્ટ્રાજેનેકાએ આ વિશે કંઇ કહેવાનો ઇનકાર કર્યો હતો.
હાલ દુનિયાભરમાં કોરોના વિરોધી રસી તૈયાર કરવાની જાણે હોડ લાગી હતી. આ બધાંમાં એસ્ટ્રાજેનેકા અને ઓક્સફર્ડ યુનિવર્સિટી સૌથી આગળ હોવાના અહેવાલો હતા. આ રસી પર ભારત સહિત આખી દુનિયાની નજર હતી. ભારતમાં પૂણેની સીરમ ઇન્સ્ટીટ્યુટમાં આ રસીનું ઉત્પાદન થઇ રહ્યું હતું.
આ ઘટના અંગે જાણકાર સૂત્રોએ કહ્યું હતું કે જે વોલન્ટિયરનું મરણ થયું હતું એને રસી આપવામાં આવી હોત તો ક્લીનીકલ ટેસ્ટ રદ કરી દેવો પડ્યો હોત. આ વોલન્ટિયર એવા ગ્રુપનો હતો જેને મેનીન્જાઇટિસની દવા આપવામાં આવી હતી. રસીના ક્લીનીકલ ટેસ્ટમાં ત્રીજા તબક્કામાં મદદ કરી રહેલી સાઓ પાઉલોની સેન્ટ્રલ યુનિવર્સિટીએ એવો દાવો કર્યો તો કે એક સ્વતંત્ર સમીક્ષા સમિતિએ પણ ક્લીનીકલ ટેસ્ટ ચાલુ રાખવાની ભલામણ કરી હતી. મરનાર વોલન્ટિયર બ્રાઝિલનો હતો. જો કે એની ઓળખ આપવામાં આવી નહોતી.
બ્રાઝિલ યુનિવર્સિટીના પ્રવક્તાએ કહ્યું હતું કે આ રસીની ક્લીનીકલ ટેસ્ટમાં બ્રાઝિલમાં દસ હજાર વોલન્ટિયર્સ ભાગ લઇ રહ્યા હતા. તેમાંના આઠ હજારને બ્રાઝિલનાં છ અલગ અલગ શહેરોમાં પહેલો ડૉઝ આપવામાં આવ્યો હતો.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31wpE5Z
via IFTTT
0 Comments