નવી દિલ્હી, તા. 23 સપ્ટેમ્બર 2020, બુધવાર
આ અધિક માસ ચાલી રહ્યો છે. શાસ્ત્રોમાં તેને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે. આ માસના સ્વામી ભગવાન વિષ્ણુ છે. એટલા માટે અધિક માસમાં તેમની વિશેષ રીતે આરાધના કરવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ માસમાં જે ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેમને કેટલાય ગણું ફળ પ્રાપ્ત થાય છે. પરંતુ આ મહીનામાં જગતના પાલનહાર ભગવાન વિષ્ણુજીની પૂજામાં કેટલીય બાબતોનું ધ્યાન રાખવું જોઇએ.
વિષ્ણુજીની પૂજામાં આ બાબતોનું ધ્યાન રાખો
અધિકમાસમાં ભગવાન વિષ્ણુજીની પૂજા કરવી જોઇએ. વિષ્ણુજીની સાથે-સાથે માતા લક્ષ્મીની પૂજા કરવી જોઇએ. ભગવાન વિષ્ણુજીની પૂજા કરતી વખતે તેમને ખીરની સાથે પીળા રંગની જ મિઠાઇ અને ફળનો ભોગ ચઢાવવો જોઇએ.
પીપળાનાં વૃક્ષની પૂજા કરો
પીપળાના વૃક્ષ પર ભગવાન વિષ્ણુનો વાસ હોય છે એટલા માટે અધિક માસ દરમિયાન પીપળાના વૃક્ષ પર જળ ચઢાવવું લાભદાયી સાબિત થાય છે. અધિક માસ દરમિયાન તુલસીજીના સામે ઘીનો દિવો પ્રગટાવવો પણ લાભદાયી માનવામાં આવે છે.
ભગવાન શાલીગ્રામના દર્શન કરો
પદ્મ પુરાણ અનુસાર જે કોઇ વ્યક્તિ ભગવાન વિષ્ણુજીના પ્રતીક શાલિગ્રામના દર્શન કરે છે. તેમના સમક્ષ મસ્તક નમાવે છે, તેમને સ્નાન કરાવે છે અને તેમની પૂજા કરે છે તે વ્યક્તિ કોટિ યજ્ઞો સમાન પુણ્ય તથા કોટિ ગૌદાનનું ફળ પ્રાપ્ત કરે છે. તેમનું સ્મરણ, કીર્તન, ધ્યાન તેમજ પૂજા કરવાથી તેમના પાપ દૂર થઇ જાય છે.
ભગવાન સત્યનારાયણની પૂજા કરો
અધિક માસમાં ભગવાન સત્ય નારાયણની પૂજા કરવાથી વિશેષ લાભ થાય છે. એવી માન્યતા છે કે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે જેના કારણે ઘરમાં સુખ-સમૃદ્ધ આવે છે. માનવામાં આવે છે કે અધિક માસમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી ઘરના તમામ વાસ્તુ દોષ દૂર થઓ જાય છે.
અધિક માસમાં ન કરશો આ કાર્ય
અધિક માસમાં લગ્ન, સગાઇ, જડુલા, ગૃહ નિર્માણ આરંભ, ગૃહપ્રવેશ, મુંડન, સંન્યાસ અથવા શિષ્ય દીક્ષા, નવવધૂનો પ્રવેશ, દેવી-દેવતાની પ્રાણ-પ્રતિષ્ઠા, યજ્ઞ, મોટી પૂજા-પાઠનો શુભારંભ, કૂવો, બોરવેલ, જળાશય ખોદવા જેવા પવિત્ર કાર્ય ન કરવા જોઇએ.
from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cpyFSU
0 Comments