બુધવારે કરો ભગવાન ગણેશજીની આરાધના, પૂજામાં ચઢાઓ આ વસ્તુઓ

નવી દિલ્હી, તા. 23 સપ્ટેમ્બર 2020, બુધવાર 

હિન્દૂ શાસ્ત્રોમાં બુધવારનો દિવસ ગણપતિ બપ્પાનો દર્શાવવામાં આવ્યો છે. એટલા માટે બુધવારના દિવસે ભગવાન ગણેશને ખુશ કરવા માટે તેમની આરાધના કરવામાં આવે છે. આ દિવસે તેમની પૂજા કરવાથી જાતકોનાં બધા સંકટ દૂર થઇ જાય છે. ગણપતિ બપ્પા બધા દેવતાઓમાં સર્વપ્રથમ પૂજનીય છે. દરેક પૂજા પહેલાં તેમની પૂજા કરવામાં આવે છે ત્યારે જ તે પૂજા માન્ય થાય છે. પરંતુ ગણપતિ બપ્પાની પૂજામાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે. જાણો, બુધવારના દિવસે ભગવાન ગણેશ પૂજામાં કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ.. 

પૂજામાં ગણેશજીને ચઢાઓ દુર્વા

ગણપતિ બપ્પાને દૂર્વા અતિ પ્રિય છે. બુધવારના દિવસે ગણેશજીની પૂજામાં તેમને દૂર્વા ચઢાવવી જોઇએ. આમ કરવાથી ગણેશ ભગવાનના આશીર્વાદ ભક્તોને પ્રાપ્ત થાય છે. 

મોદકનો ભોગ ચઢાઓ

ગણેશ ભગવાનને મોદકનો ભોગ ચઢાવવાનું ન ભૂલશો. મોદક ગણેશ ભગવાનને અતિ પ્રિય છે. એવામાં બુધવારના દિવસે ગણેશ ભગવાનની પૂજામાં તેમને મોદક ચઢાઓ. 

ભગવાન ગણેશજીને લાલ ફૂલ ચઢાઓ

ભગવાન ગણેશજીને લાલ ફૂલ ચઢાવવા જોઇએ. જો લાલ ફૂલ ચઢાવવા શક્ય નથી તો તમે તેમને કોઇ અન્ય ફૂલ પણ ચઢાવી શકો છો. બસ તે વાતનું ધ્યાન રાખો કે ભગવાન ગણેશની પૂજામાં તુલસીનો ઉપયોગ ન કરી શકાય. 

ગણેશજીને પ્રિય છે લાલ સિંદૂર

ગણપતિ બપ્પાને લાલ સિંદૂર ખૂબ જ પ્રિય હોય છે. ભગવાન ગણેશજીને સ્નાન કરાવ્યા બાદ તેમણે લાલ સિંદૂર ચઢાવવું જોઇએ. ત્યારબાદ પોતાના માથામાં પણ લાલ સિંદૂરનું તિલક કરો. આ પ્રકારે તમે દરરોજ પણ કરી શકો છો. ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમને દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે.

આ મંત્રનો જાપ કરો

ગણેશ ભગવાન આર્થિક ક્ષેત્રમાં આવતી પરેશાની અને વિઘ્ન સામે રક્ષણ આપે છે. ગણેશજીને સિંદૂર ચઢાવતી વખતે મંત્ર બોલો...

સિન્દૂરં શોભનં રક્તં સૌભાગ્યં સુખવર્ધનમ ।

શુભદં કામદં ચૈવ સિન્દૂરં પ્રતિગૃહ્યતામ ॥

ૐ ગં ગણપતયે નમ: ॥



from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kCH6gr

Post a Comment

0 Comments