ઝારખંડના ધનબાદના એક ઉદ્યોગપતિ પરિવાર પર કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. માત્ર 16 દિવસમાં 88 વર્ષનાં વૃદ્ધા અને તેમના 5 દીકરાનાં મોત થઇ ગયાં જ્યારે પરિવારના 5 સભ્ય સારવાર હેઠળ છે. વૃદ્ધાના 6 દીકરામાંથી હવે એક જ જીવિત છે. કોરોનાકાળની આ કદાચ સૌથી દર્દનાક કહાણી છે.
આમ તો પરિવારમાં લગ્નની તૈયારીઓની ધામધૂમ હતી. 26 જૂને વૃદ્ધા તેમના પૌત્રનાં લગ્નમાં મહાલવા દિલ્હીથી આવ્યાં હતાં. 27 જૂને લગ્ન સંપન્ન થયાં. બીજા જ દિવસે વૃદ્ધાની તબિયત બગડી. 4 જુલાઇએ તેમનું મોત થયું. ત્યારથી પરિવારની ખુશીઓને ગ્રહણ લાગ્યું. વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ખુશીઓવાળા ઘરમાં દહેશત વ્યાપી. પરિવારના તમામ સભ્યોનો કોરોના ટેસ્ટ કરાવાયો તો વૃદ્ધાના 4 દીકરા સહિત 10 સભ્ય પોઝિટિવ જણાયા. સારવાર દરમિયાન એક પછી એક દીકરાઓની તબિયત બગડતી ગઇ. 10-11 જુલાઇએ 2 દીકરાના ધનબાદમાં મોત થયાં. 12મીએ ત્રીજા દીકરાનું રિમ્સ રાંચીમાં અને 19 જુલાઇએ ચોથા દીકરાનું મોત થયું. કેન્સરથી પીડાતા અન્ય એક દીકરાનું 16મીએ જમશેદપુરની હોસ્પિટલમાં મોત થયું. જોકે, તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. બધા દીકરા 60 વર્ષથી વધુ વયના હતા.
પરિવારના 5 લોકો હજુ દાખલ છે. જે દીકરો જીવિત છે તેની સાથે જ મહિલા દિલ્હીમાં રહેતી હતી. તે ધનબાદ લગ્નમાં નહોતો આવી શક્યો. ટ્રાન્સપોર્ટ, આયર્ન ચિપ, હાર્ડ કોક અને હીરાના બિઝનેસ સાથે જોડાયેલા આ પરિવારનો ઝારખંડ ઉપરાંત દિલ્હી, છત્તીસગઢ અને ઓડિશામાં પણ કારોબાર છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
source https://www.divyabhaskar.co.in/national/news/in-the-house-where-the-marriage-took-place-first-the-88-year-old-mother-then-5-sons-died-one-by-one-only-1-son-survived-127537419.html
0 Comments