નવી દિલ્હી, તા. 19 જુલાઇ 2020, રવિવાર
આમ તો પૈસા કમાવવા માટે તનતોડ મહેનત કર્યા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી, પરંતુ ઘણીવાત એવું થાય છે કે મહેનત કરવા છતાં ઘરમાં તંગ પરિસ્થિતિ સર્જાતી રહે છે. એટલા માટે કેટલાક વાસ્તુ ઉપાય છે. મોટાભાગે કહેવામાં આવે છે કે ઘરમાં મની પ્લાન્ટ લગાવીને જૂઓ, કારણ કે મની પ્લાન્ટ ઘણા પ્રચલિત છે અને મોટાભાગે ઘણા ઘરમાં જોવા પણ મળે છે. પરંતુ શું તમે ક્યારેય ક્રાસુલા છોડનું નામ સાંભળ્યું છે? તેને મની ટ્રી પણ કહેવામાં આવે છે.
ઓછી જગ્યામાં ઉગતો ક્રાસુલાનો છોડ અંદર છાંયડામાં પણ વિકસિત થાય છે
જે રીતે આપણા ત્યાં વાસ્તુ શાસ્ત્ર હોય છે, તેવી જ રીતે ચીનમાં ફેંગ શુઇની વિદ્યા હોય છે અને તેના અનુસાર એક એવો છોડ છે જેને માત્ર ઘરમાં રાખતા જ પૈસાનું આગમન થવા લાગે છે. આ છોડને ક્રાસુલા કહેવામાં આવે છે અને આ એક ઘટાદાર છોડ હોય છે, જેનાં પાંદડાં પહોળા હોય છે, પરંતુ હાથ લગાવવાથી રેશમી અનુભવ થાય છે. આ છોડના પાંદડાંઓનો રંગ ન તો સમગ્રપણે લીલો હોય છે અને ન તો પીળો. તે બંને રંગોના મિશ્રણથી બનેલો રંગ હોય છે. આ છોડના પાંદડાં બીજા છોડના પાંદડાં કરતા મજબૂત હોય છે, જે માત્ર હાથ લાગતા જ તૂટી જતા નથી.
આ છોડના ઉછેર માટે મની પ્લાન્ટની જેમ વધારે પરેશાન થવાની જરૂરત નથી. જો તમે બે-ત્રણ દિવસ પછી પણ તેને પાણી આપશો તો તે સુકાશે નહીં. ક્રાસુલાને ઘરની અંદર છાંયડામાં પણ ઉછેરી શકાય છે. આ છોડ વધારે જગ્યા પણ નથી લેતું. તેને આ છોડને નાના ફુલદાનમાં પણ રોપી શકો છો. હવે ધન પ્રાપ્તિની વાત કરીએ તો ફેન્ગ શુઈ અનુસાર ક્રાસુલા સારી ઊર્જાની જેમ ધનને પણ પોતાની તરફ આકર્ષિત કરે છે. આ છોડને ઘરના પ્રવેશ દ્વારની પાસે જ લગાવો. જ્યાંથી પ્રવેશ દ્વાર ખુલે છે તેની જમણી બાજુ આ છોડ રાખો. થોડાક જ દિવસમાં આ છોડ રોપવાની અસર જોવા મળશે. ઘરમાં દરેક પ્રકારની સુખ-શાંતિ પણ જળવાઇ રહેશે.
from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hkWIUh
0 Comments