લદાખમાં ગલવાન ખીણમાં ચીનની સેનાની ઘૂસણખોરી અને લોહીયાળ સંઘર્ષમાં 20 જવાનોની શહીદી બાદ દેશમાં ચીન વિરુદ્ધ આક્રોશ વધતો જઈ રહ્યો છે. કોલકાતામાં ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોના કર્મચારીઓએ જવાનોની શહીદી અંગે દેખાવ કર્યા હતા. કર્મચારીઓએ કંપનીની ટી-શર્ટને પણ આગચંપી કરી હતી. અમુક કર્મચારીઓનો દાવો છે કે તેમણે નોકરી પણ છોડી દીધી છે. આ લોકો ઝોમેટોમાં ચીનની કંપની અલીબાબાના રોકાણનો વિરોધ કરી રહ્યા હતા.
દેખાવકારોએ લોકોને અપીલ કરી હતી કે તેઓ ઝોમેટો પર ફૂડ ડિલીવરી માટે ઓર્ડર ના કરે. 2018માં આન્ટ ફાઈનાન્શિયલ(તે અલીબાબાનો હિસ્સો છે) એ ઝોમેટોમાં 210 મિલિયન ડોલર(આશરે 1588 કરોડ રૂપિયા)નું રોકાણ કર્યુ હતું અને 14.7 ટકાની ભાગીદારી મેળવી હતી. બીજી બાજુ કોલકાતાની અનેક હોટેલોમાં ચીનના નાગરિકોના રોકાવા પર રોક લગાવી દેવાઈ છે.
ઝોમેટોમાં ચીની કંપનીઓના રોકાણ સામે કર્મીના દેખાવો
કોલકાત્તામાં ઝોમેટોના કર્મચારીઓએ દેખાવો યોજ્યા હતા. કંપનીની ટી-શર્ટ પણ બાળી હતી. કેટલાક કર્મચારીઓએ નોકરી છોડી દીધી છે. આ લોકોએ ઝોમેટોમાં ચીની કંપની અલીબાબા દ્વારા રોકાણનો વિરોધ કરી રહ્યાં છે. અલીબાબાની કંપની આન્ટ ફાઇનાન્સિયલે ઝોમેટોમાં 1588 કરોડ ખર્ચી 14.7% હિસ્સો ખરીદ્યો છે.
ચીનથી આવેલો સામાન એરપોર્ટ-બંદર પર અટક્યો
ગુપ્તચર એજન્સીના ઇનપુટ પછી મહેસૂલ અધિકારીઓએ ચીનથી આવેલા સામાનની તપાસ કડક કરી છે. અચાનક શરૂ થયેલી કડકાઈથી ચીનથી આવેલો સામાન અલગ-અલગ બંદર અને એરપોર્ટ પર અટકી ગયો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
source https://www.divyabhaskar.co.in/national/news/outrage-against-china-rises-across-country-no-entry-for-chinese-in-kolkata-hotels-after-new-delhi-127458503.html
0 Comments