ભારતમાં પંજાબ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં કોરોનાના સંક્રમણથી આગળ વધી રહ્યું છે. 30 કરોડથી વધુ વસતી ધરાવતા યુપી અને બિહારમાં ટેસ્ટિંગની ટકાવારી સૌથી ઓછી છે. બિહારમાં પ્રતિ 10 લાખે 1,660 અને ઉત્તર પ્રદેશમાં પ્રતિ 10 લાખે માત્ર 2,947 ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.
રાજસ્થાન: ટેસ્ટ: 7,84,803 દર્દી 16,944
રાજસ્થાનમાં દર્દી મળવાનો દર પ્રારંભથી જ 3થી નીચે રહ્યો છે. એક મહિનાથી 2નો થયો છે. એટલે કે સંક્રમણ નિયંત્રણમાં છે.
પંજાબ: ટેસ્ટ: 2,84,431 દર્દી 5,056
દર 100 ટેસ્ટમાં માત્ર 2 દર્દી મળી રહ્યાં છે. મેના અંત સુધીમાં 5 દર્દી મળતાં હતા એટલે કે સંક્રમણ વધવા કરતા ટેસ્ટ વધુ થઈ રહ્યાં છે.
મધ્ય પ્રદેશ: ટેસ્ટ: 4,05,021 દર્દી 12,965
માત્ર ઇંદોર-ભોપાલમાં દર્દી મળવાનો દર વધુ રહ્યો. રાજ્યમાં 100 ટેસ્ટમાંથી 8 દર્દી મળતાં હતા. 4થી ઓછા દર્દી મળી રહ્યાં છે.
આ રાજ્ય સંક્રમણ રોકવામાં પાછા પડી રહ્યાં છે
મહારાષ્ટ્ર: ટેસ્ટ: 9,00,423 દર્દી 1,62,168
દર 100 ટેસ્ટમાં પહેલા માત્ર 7 મળતાં હતા. 20 મળવા લાગ્યા. આટલી ખરાબ સ્થિતિ વિશ્વમાં બ્રાઝિલ સિવાય ક્યાંય નથી.
દિલ્હી:ટેસ્ટ: 4,78,336 દર્દી 80,188
ટેસ્ટિંગ ચાર ગણું વધારી દીધું છતાં પણ દર્દી મળવાનો દર 17થી ઉપર પહોંચી ગયો છે. દોઢ મહિના પહેલા આ દર માત્ર 7નો હતો.
ગુજરાત:ટેસ્ટ: 3,57,148 દર્દી 30,776
30 હજાર દર્દી થઈ ગયા છે પણ ટેસ્ટ સાડા ત્રણ લાખ જ થયા છે. આટલા તો માત્ર 7 હજાર દર્દીવાળા આસામમાં થઈ ગયા છે.
તમિલનાડુ: ટેસ્ટ: 1,077,454 દર્દી 78,335
દેશમાં સૌથી વધુ ટેસ્ટ અહીં પણ દર્દી મળવાનો દર પણ 2થી વધી 7નો થઈ ગયો છે. ટેસ્ટિંગથી વધુ સંક્રમણ વધ્યું છે.
હરિયાણા: ટેસ્ટ: 2,47,139 દર્દી 13,427
હરિયાણામાં સંક્રમણનો ફેલાવો અચાનક વધ્યો છે. 1 મહિના પહેલા દર્દી મળવાનો દર માત્ર 1 હતો. હવે 5થી ઉપર છે.
યુપી: ટેસ્ટ: 6,63,096 દર્દી 21,549
દર 100 ટેસ્ટમાં દર્દી ત્રણ મળી રહ્યાં છે પણ આ દર સતત વધી રહ્યો છે. એક મહિના પહેલા માત્ર 2 દર્દી મળતાં હતા.
સૌથી મોટો ખતરો: 30 કરોડથી વધુ વસતી ધરાવતા યુપી અને બિહારમાં ટેસ્ટિંગની ટકાવારી સૌથી ઓછી
સંખ્યાના હિસાબથી સૌથી વધુ ટેસ્ટિંગ ચોક્કસપણે તમિલનાડુમાં પણ વસતીના હિસાબે સૌથી વધુ ટેસ્ટિંગ દિલ્હીમાં.
સૌથી ઓછા ટેસ્ટ (પ્રતિ 10 લાખ)
બિહાર | 1,660 |
ઉત્તર પ્રદેશ | 2,947 |
ઝારખંડ | 3,616 |
મધ્ય પ્રદેશ | 4,098 |
પ.બંગાળ | 4,729 |
ગુજરાત | 5,257 |
મહારાષ્ટ્ર | 7,588 |
સૌથી વધુ ટેસ્ટ (પ્રતિ 10 લાખ)
દિલ્હી | 24,141 |
આંધ્રપ્રદેશ | 16,121 |
તમિલનાડુ | 14,234 |
રાજસ્થાન | 10,157 |
પંજાબ | 9,525 |
કર્ણાટક | 8,840 |
હરિયાણા | 8,619 |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
source https://www.divyabhaskar.co.in/national/news/tests-across-the-country-crossed-82-lakh-from-may-1-to-june-27-the-highest-in-the-last-24-hours-at-231-lakh-127458589.html
0 Comments