રાજસ્થાનના સંગોદ સીટના કોંગ્રેસના ધારાસભ્ય ભરત સિંહે કોરોના જાગ્રૃતતા માટે સરકાર તરફથી સંભળવવામાં આવી રહેલી કોલર ટયૂન પર વાંધો વ્યક્ત કર્યો છે. ધારાસભ્યએ આ અંગેની ફરિયાદ કરતા કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને પત્ર લખ્યો છે.
તેમણે લખ્યું કે કોરોનાવાઈરસને લઈને દરેક વ્યક્તિ સુધી સંદેશો પહોંચી ગયો છે. સરકારે જે હેતુથી તેને શરૂ કરી હતી. તે હેતુ પુરો થઈ ગયો છે. તેને સાંભળી-સાંભળીને કાન પાકી ગયા છે અને સમય પણ બગડે છે. આ કારણે તેને હવે મોબાઈલ કોલર ટયુનમાંથી હટાવવામાં આવે.
ધારાસભ્યએ પત્રમાં લખ્યું છે કે જ્યારથી કોવિડ-19 મહામારી દેશમાં આવી છે, ત્યારથી કોલ કરતી વખતે મોબાઈલ પર કોરોના અંગેનો સંદેશો સંભળાવવામાં આવે છે. સંદેશો લાંબો હોય છે. માર્ચથી લઈને જૂન સુધી લગભગ 4 મહિનાથી લોકોને આ સંદેશો સંભળવવામાં આવી રહ્યો છે.
શું છે કોવિડ-19 કોલર ટ્યુન
‘કોરોનાવાઈરસ કે કોવિડ-19 સામે આજે સમગ્ર દેશ લડી રહ્યો છે. જોકે એ વાતને યાદ રાખવી જોઈએ કે આપણે બીમારી સામે લડી રહ્યાં છે, બીમાર સાથે નહિ. તેમની સાથે ભેદભાવ ન કરો. તેમની સારસંભાળ કરો અને આ બીમારીથી બચવા માટે જે લોકો આપણા ઢાલ સમાન છે, જેમ કે આપણા ડોક્ટર, સ્વાસ્થ્ય કર્મચારી, પોલીસ, સફાઈ કર્મચારીઓ વગેરેનું સન્માન કરો. તેમને સંપૂર્ણ સહયોગ કરો. આ યોદ્ધાઓની દેખરેખ રાખશો તો કોઈ પણ સ્થિતિમાં દેશ કોરોના સામે જીતશે. વધુ માહિતી માટે સ્ટેટ હેલ્પ લાઈન નંબર કે સેન્ટ્રલ હેલ્પલાઈન નંબર 1075નો સંપર્ક કરો’
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
source https://www.divyabhaskar.co.in/national/news/corona-collar-tune-caught-ears-now-get-it-removed-bharat-singh-127455966.html
0 Comments