સોશિયલ મીડિયા પર ગોળી વાગેલા એક ભાઈનો સ્ટ્રેચર પર બીડી પીતો વીડિયો ઘણો વાઈલર થઇ રહ્યો છે. આ ભાઈને ગોળી વાગી છે અને તેને સ્ટ્રેચર પર સુવડાવીને એમ્બ્યુલન્સમાં લઇ જવામાં આવે છે, ત્યારે તે બિન્દાસ બીડી પી રહ્યો છે અને પોતાને ગોળી કેવી રીતે વાગી તે લોકોને કહી રહ્યો છે.
हरियाणा के इस भाई को गोली लग गई. कपड़े खून से भरे हैं पर हॉस्पिटल के स्ट्रेचर पर भी इस बन्दे ने बीड़ी नहीं छोड़ी और चाईना वाले कह रहे है ज़मीन छोड़ दो
— Arun Bothra (@arunbothra) June 27, 2020
😂😂😂 pic.twitter.com/OE0LxzEw4P
આ વીડિયો ટ્વિટર પર સૌથી પહેલાં IPS ઓફિસર અરુણ બોથરાએ શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ઘવાયેલો ભાઈ સ્ટ્રેચર પર પોતાની વાત કહેવાની સાથે વચ્ચે બીડીના કશ પણ લઇ રહ્યો છે. અરુણ બોથરાએ કેપ્શનમાં લખ્યું છે કે, હરિયાણાના આ ભાઈને ગોળી વાગી છે. લોહીથી ખરડાયેલા હોસ્પિટલના સ્ટ્રેચર પર પણ તેમણે બીડી છોડી નહિ અનેચીનીઓ કહે છે કે જમીન છોડી દો.
આ વીડિયોને અત્યાર સુધી 1 લાખ લોકોથી વધારે લોકોએ જોયો છે. ઘણા યુઝરે કહી રહ્યા છે કે, આ વીડિયો હરિયાણા નહિ પણ ઉત્તર પ્રદેશના બાગપત જીલ્લાનો છે. એક યુઝરે કમેન્ટ કરી કે, આ જોઈને હું હસું કે રડું ? અન્ય યુઝરે લખ્યું કે, સર, તમારી હિંમતને સલામ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
source https://www.divyabhaskar.co.in/national/news/injured-man-laydown-on-stretcher-and-smoking-bidi-video-viral-on-social-media-127455960.html
0 Comments