ગૃહમંત્રીએ કહ્યું- જ્યારે દેશના જવાનો સંઘર્ષ કરી રહ્યા હોય, ત્યારે પાકિસ્તાન અને ચીન ખુશ થાય એવા નિવેદન ન કરવા જોઈએ

લદ્દાખમાં ચીન સાથે સરહદ વિવાદ ઉપર ગૃહમંત્રી અમિત શાહે જવાબ આપ્યો છે. ગૃહમંત્રીએ રાહુલના સુરેન્દર મોદીવાળા ટ્વીટ ઉપર કહ્યું કે પાર્લામેન્ટ ચાલુ થશે, ચર્ચા કરવી હોય તો આવી જાઓ. 1962થી આજ સુધીના મુદ્દે ચર્ચા કરવા માટે અમે તૈયાર છીએ. કોઈ ચર્ચાથી ડરતું નથી. પરંતુ જવાન સરહદ ઉપર સંઘર્ષ કરી રહ્યા હોય અને સરકાર ઠોસ પગલા ભરી રહી હોય, ત્યારે પાકિસ્તાન અને ચીન ખુશ થાય તેવા નિવેદનો ન આપવા જોઈએ.

અમિત શાહે ANI સાથેના ઈન્ટરવ્યુમાં ભારત-ચીન સરહદ વિવાદ, દેશ અને દિલ્હીમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરી. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ પાર્ટી ભાજપ ઉપર લોકશાહી ખતમ કરવાનો આરોપ લગાવી રહી છે. તેના ઉપર શાહે કહ્યું કે લોકશાહી શબ્દનો અર્થ ઘણો વિસ્તૃત છે. અનુશાસન અને આઝાદી તેના મૂલ્ય છે. અડવાણીજી, રાજનાથજી, ગડકરીજી અને ફરી રાજનાથજી પાર્ટીના અધ્યક્ષ બન્યા. હવે નડ્ડાજી અધ્યક્ષ છે. શું આ બધા એકજ પરીવારના છે? ઈન્દિરાજી પછી કોંગ્રેસના અધ્યક્ષ ગણાવો કે ગાંધી પરીવાર બહારથી કોણ આવ્યું? તેઓ લોકશાહીની શું વાત કરશે?



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Amit shah attack on Rahul gan


source https://www.divyabhaskar.co.in/national/news/amit-shah-attack-on-rahul-gan-127456013.html

Post a Comment

0 Comments