એન્જિનિયર-ડૉક્ટર ભેગા થયા, ઍપથી ઓક્સિજન, બેડ પૂરા પાડવામાં આવે છે

બેંગલુરુએ ટેક્નોલોજીની મદદથી કોરોના સામે લડવાનો અનોખો રસ્તો કાઢ્યો છે. શહેરમાં વધી રહેલા સંક્રમિત દર્દીઓની મદદ માટે 40થી વધુ એનજીઓ અને સિવિલ સોસાયટીના લોકો મર્સી મિશન નામ સાથે એક થયા છે. તેમાં શિક્ષણવિદો, મેડિકલ અને આઇટી પ્રોફેશનલ, એન્જિનિયર, ટેક્નિશિયન અને ડ્રાઇવર સામેલ છે. તેમણે ‘મર્સી ક્લીનિક’ નામથી ઍપ બનાવી છે, જેમાં બેડની ઉપલબ્ધતા જાણવા સાથે ઓક્સીજન સિલિન્ડર પણ મંગાવી શકાય છે. આ વ્યવસ્થામાં 50થી વધુ ડૉક્ટર અને 2 હજાર વોલેન્ટિયર કામ કરી રહ્યા છે. ડૉક્ટર્સે ઓનલાઇન ક્લીનિક શરૂ કર્યા છે, જેના દ્વારા અત્યાર સુધીમાં 10 હજારથી વધુ દર્દીઓની મદદ કરાઇ છે.

અન્ય એક મંચ ‘ડૉક્ટર્સ ફોર હ્યુમેનિટી’માં 45 ડૉક્ટર કામ કરી રહ્યા છે, જે શહેરના યૂરોલોજિસ્ટ ડૉ. બેલગામી મોહમ્મદ સાદના નેતૃત્ત્વમાં શરૂ થયું છે. આ ગ્રુપે કોલોની અને જાહેર સ્થળોને કોવિડ સેન્ટરમાં ફેરવ્યા છે. આવા ફેરફાર કરીને અત્યાર સુધીમાં 150 બેડની વ્યવસ્થા કરાઇ છે. મિશન દર્દીઓને હાઇ ફ્લો ઓક્સીજન સિલિન્ડર પણ પૂરા પાડે છે. ગુજરાતથી આવા 200 સિલિન્ડર ખરીદાયા છે, જે અત્યાર સુધીમાં 800 દર્દીને કામ આવી ચૂક્યા છે. શહેરમાં 3 સિલિન્ડર બેન્ક પણ બનાવાઇ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
બેંગલુરુ શહેરમાં હંગામી ટ્રીટમેન્ટ સેન્ટર બન્યા છે.


source https://www.divyabhaskar.co.in/national/news/engineer-doctor-assembled-app-provides-oxygen-bed-127530870.html

Post a Comment

0 Comments