સુપ્રીમકોર્ટના જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડે કહ્યું- કોરોનાએ મને આત્મનિર્ભર બનાવ્યો, ઓર્ડર જાતે જ ટાઇપ કરું છું

‌કોરોનાથી માત્ર અદાલતોમાં કામકાજની પદ્ધતિ નથી બદલાઇ, જજોની કામ કરવાની રીત પણ બદલાઇ ગઇ છે. આવા જ એક પરિવર્તનનો સુપ્રીમકોર્ટના જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડે મંગળવારે ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે કોરોનાએ તેમને આત્મનિર્ભર બનાવી દીધા છે. હવે તેઓ તેમના આદેશ જાતે જ ટાઇપ કરી લે છે અને તેનો ફાયદો તેમને દેખાઇ રહ્યો છે. મંગળવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી દરમિયાન એક વકીલે કહ્યું કે કોરોનાકાળમાં વકીલોને ઘણું બધું શીખવા મળ્યું છે.

આ સાંભળી જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું, પહેલાં હું મારા આદેશ મારા કોર્ટ માસ્ટરને ડિક્ટેટ કરાવતો, જે ટાઇપ કરીને મને એક કોપી આપતો. પછી હું તે આદેશમાં ભાષાની અને જોડણીની ભૂલો સુધારતો. ત્યાર બાદ ભૂલસુધારા સાથેની ફાઇનલ કોપી નીકળતી, જેના પર હું હસ્તાક્ષર કરતો, પણ કોરોનાકાળમાં કોર્ટ કર્મચારીઓ ઉપલબ્ધ ન હોવાના કારણે મેં જાતે જ લેપટોપ પર આદેશ લખવાનું શરૂ કર્યું. હવે મને તેની આદત પડી ગઇ છે. કોર્ટ માસ્ટરને આદેશ આપવાની સરખામણીમાં આ મને વધુ સરળ અને સહજ લાગે છે.

આ આદેશમાં ભાષા અને જોડણીની ભૂલો પણ નથી હોતી.
સમય બચે છે. કોરોનાના કારણે માર્ચથી જ સુપ્રીમકોર્ટના જજોએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેસોની સુનાવણી શરૂ કરી હતી. આ પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સુપ્રીમકોર્ટના જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ- ફાઇલ તસવીર.


source https://www.divyabhaskar.co.in/national/news/supreme-court-justice-d-y-chandrachud-said-corona-made-me-self-reliant-i-type-the-order-myself-127539094.html

Post a Comment

0 Comments