પતિના મૃત્યુનાં 21 વર્ષ પછી મહિલાને રહેમરાહે નોકરી, સુપ્રીમકોર્ટે પશ્ચિમ બંગાળની કંપની પર બે લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો

પતિના મૃત્યુ બાદ તેમની જગ્યાએ રહેમરાહે નોકરી મેળવવા માટે 21 વર્ષથી કાનૂની લડત લડનાર મહિલાને સુપ્રીમકોર્ટે રાહત આપી હતી. કોર્ટે પશ્ચિમ બંગાળ સ્થિત કંપની ભારત કોકિંગ કોલ લિમિટેડ(BCCL)ને આદેશ આપ્યો છે કે મહિલા કે તેના પરિવારના કોઈ સભ્યને એક મહિનાની અંદર નોકરી આપે. કોર્ટે કંપનીને 2 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. આ રકમ પીડિત પરિવારને વળતર તરીકે અપાશે. જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ, ઈન્દુ મલ્હોત્રા અને કે.એમ.જોસેફની બેન્ચે 19 જુલાઇએ આપેલા ચુકાદામાં કલકત્તા હાઇકોર્ટના આદેશને યથાવત્ રાખ્યો હતો. હાઈકોર્ટે પણ મહિલાએ રહેમરાહે નોકરી આપવા આદેશ આપ્યો હતો.

BCCLની અરજી ફગાવતા કોર્ટે કહ્યું કે કોઈ વ્યક્તિ જો સાત વર્ષ સુધી જોવામાં કે સાંભળવામાં ન આવે તો તેને મૃત માની લેવાય છે. આ મામલે 21 વર્ષથી કંપનીએ કર્મચારીને ન જોયો કે ન સાંભળ્યો છે. એવામાં તેને મૃત માની લેવાશે. ભારત કોકિંગ કોલમાં 3 જુલાઈ 1999ના રોજ અમુક ચોર ઘૂસી ગયા હતા. ગાર્ડે તેમને પડકાર્યા તો તે દોડ્યા, ગાર્ડ પણ તેમની પાછળ દોડ્યો. તેના પછી તે ક્યારેય પાછો ન આવ્યો. આ મામલે પુરુલિયા પોલીસે કેસ નોંધ્યો હતો. તેમાં કહેવાયું હતું કે અપરાધીઓએ ગાર્ડની હત્યા કરી તેના શબ નદીમાં ફેંકી દીધું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
21 years after her husband's death, the woman gets a compassionate job


source https://www.divyabhaskar.co.in/national/news/21-years-after-her-husbands-death-the-woman-gets-a-compassionate-job-127539120.html

Post a Comment

0 Comments