ભારતના નવ રાજ્યોમાં ચેપની સ્થિતિ હજુ બગડી શકે છે, દેશના 640 જિલ્લામાંથી 627 કોરોનાની લપેટમાં

ધ લેન્સેટે ભારતમાં કોરોના ચેપની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તાજેતરના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે ભારતનો 98 ટકા હિસ્સો કોરોના વાઈરસની લપેટમાં છે. અમેરિકા બાદ ભારતમાં જ ચેપ સૌથી ઝડપી રીતે ફેલાઈ રહ્યો છે અને દેશના 640 જિલ્લામાંથી 627 જિલ્લા કોરોના વાઈરસ સામે ઝઝૂમી રહ્યા છે.

આ રિપોર્ટ મુજબ મધ્યપ્રદેશ, બિહાર, તેલંગાણા, ઝારખંડ, યુપી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ગુજરાત સૌથી ખરાબ રીતે ચેપથી પ્રભાવિત છે. ભારતનાં ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં અત્યાર સુધી ઓછા કેસ સામે આવ્યા છે. લેન્સેટનો આ રિપોર્ટ સામાજિક-આર્થિક, વસતી વિષયક, આવાસ સ્વચ્છતા, મહામારી વિજ્ઞાન અને સ્વાસ્થ્ય પ્રણાલી જેવાં પાસાઓને ધ્યાનમાં રાખી બનાવાયો છે.

રિપોર્ટ મુજબ આ 9 રાજ્યોમાં ધ્યાન નહીં અપાય તો સ્થિતિ વધુ દયનીય થઈ શકે છે. મધ્યપ્રદેશમાં જ્યાં ચેપ ફેલાવાના ખતરાનો દર 1 છે જ્યારે બિહારમાં 0.971 થઈ ચૂક્યો છે. તે પછી તેલંગાણા, ઝારખંડ અને યુપી પણ ચિંતાજનક સ્થિતિમાં છે. રિપોર્ટમાં સલાહ અપાઈ છે કે ભારતમાં કોરોનાની સ્થિતિ સાચવવા જિલ્લા સ્તરે યોજનાઓ બનાવી તેને લાગુ કરવાની જરૂર છે. તેની સાથે જે વિસ્તાર વધુ પ્રભાવિત છે, તેના પર ધ્યાન આપીને અને રણનીતિ બનાવી કામ કરવાની જરૂર છે.

અરુણાચલનો કુરુંગ કુમે સૌથી વધુ સુરક્ષિત
રિપોર્ટ મુજબ ભારતનું અરુણાચલ અને ત્યાંનો કુરુંગ કુમે જિલ્લો સૌથી ઓછા જોખમી સ્થાન છે. તે પછી હરિયાણાનો પંચકૂલા આવે છે, જ્યાં ચેપનું જોખમ ઓછું છે. ચેપ ફેલાવાનો સૌથી વધુ ખતરો મધ્યપ્રદેશના સતના અને બિહારના ખગડિયા જિલ્લામાં છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પીપીઇ કિટ પહેરી કામ કરતા કર્મચારીઓની ફાઇલ તસવીર.


source https://www.divyabhaskar.co.in/national/news/lancet-report-infection-could-worsen-in-nine-indian-states-with-627-corona-out-of-640-districts-in-the-country-127523678.html

Post a Comment

0 Comments