કોરોના સંકટના કારણે લોકો ઘરેથી કામ કરી રહ્યા છે. આ દરમિયાન તેઓ ન માત્ર રસોઈ બનાવવાનો તેમનો શોખ પૂરો કરી રહ્યા છે, પરંતુ રેડી-ટૂ-કૂક ફૂડ બનાવીને ઘરે જ બહાર જેવા ફૂડનો આનંદ લઈ રહ્યા છે. તેના કારણે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં રેડી-ટૂ-કૂક અને રેડી-ટૂ ઈટ ફૂ઼ડ પ્રોડક્ટસના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે.
અગાઉના ક્વાર્ટર કરતાં ફ્રેશ પેકેજ્ડ ફૂડની એક બ્રાન્ડના પરાઠાના વેચાણમાં 60 ટકાનો વધારો થયો છે. તેમજ મીટ પ્રોડક્ટ્સ અને સીફૂડની એક બ્રાન્ડના રેડી-ટૂ-ઈટ મીટના વેચાણમાં 300% વધુનો વધારો થયો છે. રેડી-ટૂ-ઈટ કબાબ, મેરિનેટેડ મીટ અને સીફૂડના વેચાણમાં બમણો વધારો થયો છે.
એપ્રિલથી જૂનમાં ઉપભોક્તા ખર્ચમાં 61% નો વધારો થયો છે
રેડસીર કન્સલ્ટિંગ એન્ડ રિસર્ચના જણાવ્યા અનુસાર, એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ઘરે ખાવાનું બનાવવાના ઉપભોક્તા ખર્ચમાં 61%નો વધારો થયો છે. તેનું મુખ્ય કારણ કોરોના સંક્રમણ વધવાને કારણે ઘરની બહાર ફૂડની ઓછી ઉપલબ્ધતા છે. રેડી-ટૂ-હીટ સેગમેન્ટમાં ઈડલીનું ખીરું અને પનીરના વેચાણમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે.
ગયા ક્વાર્ટર કરતાં આઈડી ફ્રેશના ત્યાં આવી વસ્તુઓના વેચાણમાં 20% નો વધારો થયો છે. આ ફીલ્ડના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, છેલ્લા ત્રણ મહિનામાં ઘરે ખાવાનું બનાવતા લોકોની સંખ્યામાં વધારો થયો છે. દેશમાં ઝડપથી ફેલાતા કોરોનાને લીધે ગ્રાહકો સારી ક્વોલિટી અને સુરક્ષિત ફૂડ પ્રોડક્ટ લેવાનું પસંદ કરી રહ્યા છે.
અમૂલે લોન્ચ કર્યું હળદવાળું દૂધ, પંચામૃત અને રસમલાઈ
અમૂલની રસમલાઈ જેવી પેકેજ્ડ મીઠાઈનું વેચાણ વધ્યું છે. GCMMFના એમડી આર.એસ સોઢીના જણાવ્યા પ્રમાણે, અમે આવી વસ્તુઓના ઉત્પાદન માટે નવો પ્લાન્ટ સ્થાપિત કરી રહ્યા છીએ. છેલ્લા કેટલાક મહિનામાં અમૂલે જે પ્રોડક્ટ લોન્ચ કરી છે તેમાં હળદરવાળું દૂધ, પંચામૃત, રસમલાઈ અને ગુલાબ જાબું જેવી મીઠાઈઓ સામેલ છે.
ઈકોમર્સ કંપનીઓ કરતા બમણો વેપાર થયો
આઈડી ફ્રેશના કો-ફાઉન્ડર પીસી મુસ્તફાના જણાવ્યા પ્રમાણે, બિગબાસ્કેટ જેવી ઈ-કોમર્સ કંપનીઓ કરતા અમારો વેપાર બમણો થઈ ગયો છે. ગ્રોફર્સના કો-ફાઉન્ડ સૌરભ કુમારના જણાવ્યા પ્રમાણે, તેમના ઓનલાઈન પ્લેટફોર્મ પર રેડી-ટૂ-કૂક અને રેડી-ટૂ-ઈટ વસ્તુઓનું વેચાણ 1.7 ગણું વધ્યું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
source https://www.divyabhaskar.co.in/national/news/demand-for-ready-to-cook-food-increased-as-people-stayed-at-home-with-parathas-up-60-and-meat-sales-up-300-127529118.html
0 Comments