ચાલુ વર્ષે ધો.12ની કેટલીક પરીક્ષા રદ થવાથી આઈઆઈટીમાં પ્રવેશ માટેના માપદંડમાં ઢીલ આપવાનું નક્કી કરાયું છે. માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલે કહ્યું હતું કે કોરોના રોગચાળાના કારણે ધો.12ની કેટલીક પરીક્ષા રદ થઈ હતી. આ કારણે જોઈન્ટ એડમિશન બોર્ડે જેઈઈ એડવાન્સમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ માટેના યોગ્યતા માપદંડમાં છૂટછાટ આપવાનું નક્કી કર્યું છે.
નિયમ મુજબ આઈઆઈટીમાં પ્રવેશ માટે જેઈઈ એડવાન્સ ક્વોલિફાય કરવા ઉપરાંત ધો.12માં ઓછામાં ઓછા 75% માર્ક્સ લાવવા ફરજિયાત છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
source https://www.divyabhaskar.co.in/national/news/admission-in-iit-this-year-without-bringing-75-marks-in-std-127525052.html
0 Comments