મની લોન્ડરિંગ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે કોંગ્રેસ નેતા અહેમદ પટેલની તેના ઘરમાં પુછપરછ કરી

ફરાર સાંડેસરા ભાઈઓ દ્વારા પ્રમોટ કરાયેલી કંપની સ્ટર્લિંગ બાયોટેક લિમિટેડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગના મામલામાં શનિવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની એક ટીમ કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના દિલ્હી નિવાસ સ્થાને પહોંચી હતી. આ કેસમાં નિવેદન નોંધવા માટે એજન્સી પટેલના ઘરે ગઈ હતી. અહેમદ પટેલને અગાઉ પૂછપરછ માટે સમન્સ અપાયું હતું, પરંતુ તેમણે કોવિડ-19ની ગાઈડલાઈનનો હવાલો આપી અને EDની મુલાકાત લેવામાં અસમર્થતા વ્યક્ત કરી હતી. આરોગ્ય મંત્રાલયે 65 વર્ષથી ઉપરના નાગરિકોને કોરોના વાયરસ રોગચાળા સામે પોતાને બચાવવા ઘરે રહેવાની સલાહ આપી છે.

સાંડેસરા ભાઈઓએ રૂ. 5000 કરોડની લોન ચૂકવી નથી
સાંડેસરા ભાઈઓ નીતિન અને ચેતન સાંડેસરા નાઈજીરિયામાં છુપાયા હોવાનું મનાય છે અને ભારતીય એજન્સીઓ તેમના પ્રત્યાર્પણ માટે પ્રયત્નો કરી રહી છે. આ બંને ભાઈઓ સામે એવો આરોપ છે કે સ્ટર્લિંગ બાયોટેકે આંધ્ર બેંકના નેતૃત્વ હેઠળના કન્સોર્ટિયમ પાસેથી રૂ. 5,000 કરોડથી વધુની લોન લીધી હતી, જે નોન-પરફોર્મિંગ એસેટ (NPA)માં ફેરવાઈ ગઈ હતી. કથિત લોન છેતરપિંડીનું કુલ વોલ્યુમ રૂ. 8,100 કરોડ છે.

પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ પટેલનીપુછપરછ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીએ જણાવ્યું હતું કે, ત્રણ સભ્યોની ટીમ અહેમદ પટેલના મધ્ય દિલ્હીમાં 23-મધર ટેરેસા ક્રેસન્ટમાં આવેલા ઘરે પહોંચી હતી અને તે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ તેમનું નિવેદન નોંધશે. પટેલે કોરોના ગાઈડલાઈન્સના કારણે આવવાની અસમર્થતા બતાવ્યા બાદ EDએ તેમની રીક્વેસ્ટ મંજુર કરી હતી અને સાથે જ જન કરી હતી કે તેમને સવાલો પૂછવા માટે એક ટીમ તેમનાં ઘરે આવશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઈલ ફોટો


source https://www.divyabhaskar.co.in/national/news/money-laundering-case-enforcement-directorate-team-interrogates-congress-leader-ahmed-patel-at-his-home-127452706.html

Post a Comment

0 Comments