પંજાબના જાલંધરમાં 5.15 લાખ રૂપિયાની ઉચાપાતનો મામલો સામે આવ્યો છે. અહીં પૂર્વ ધારાસભ્ય અવિનાશ ચંદ્ર કલેરના ડ્રાઇવરે ચાલાકીથી તેમની માતાના અકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લીધા હતા. આ મામલાનો ખુલાસો અવિનાશ ચંદ્રના માતાના નિધન બાદ થયો. તેઓ તેમની માતાનું બેન્ક સ્ટેટમેન્ટ ચેક કરી રહ્યા હતા અને સમગ્ર મામલો સામે આવ્યો. હવે તેમણે ડ્રાઇવર સામે કેસ દાખલ કર્યો છે.
પૂર્વ ધારાસભ્ય અવિનાશ ચન્દ્ર કલેરે પોલીસને જણાવ્યું કે ગત વર્ષે 27 ઓક્ટોબરે તેમના માતા ભાગદેવીનું અવસાન થયું હતું. થોડા દિવસો પહેલા તેઓ તેમની માતાના સિન્ડિકેટ બેન્કનું સ્ટેટમેન્ટ જોઇ રહ્યા હતા. તેમાં જાણવા મળ્યું કે તેમના ખાતામાં મે 2019થી સપ્ટેમ્બર 2019 વચ્ચે સાડા પાંચ લાખ રૂપિયા ઉપાડવામા આવ્યા હતા જ્યારે તેમની માતાને આટલા રૂપિયાની જરૂર જ પડી નથી. ચેક બુક ખોલીને ચેક કર્યું તો રેકોર્ડ વાળા પેજ પર માત્ર 35 હજાર રૂપિયા ઉપડાવાનું વિવરણ હતું. પાંચ વખત ચેક ક્લીયર કરીને આટલા રૂપિયા ઉપાડવામા આવ્યા હતા.
ભાગદેવી ઓછું ભણેલા હતાં, ડ્રાઇવર દરેક કામ કરતો હતો
કલેરે જણાવ્યું કે તેમના માતા ભાગદેવી ઓછું ભણેલા હતાં. તેમને માત્ર સહી કરતા આવડતું હતું. તેમના દરેક કામ ડ્રાઇવર લખવિંદરસિંહ કરતો હતો. બેંકમાંથી ત્રણ વખત એક-એક લાખ, એક વખત બે લાખ અને એક ટ્રાન્ઝેક્શનમાં 50 હજાર રૂપિયા ઉપાડવામા આવ્યા હતા.
ચેક પર પહેલા 10 હજાર રૂપિયા લખતો, પછી ઝીરો એડ કરી દેતો
અવિનાશે જણાવ્યું કે આરોપી લખવિંદરે તેમની માતાને પોલેન્ડ જવાનું કહીને નોકરી છોડી દીધી હતી. પણ તે પોલેન્ડ ગયો નથી. લખવિંદરને જ્યારે આટલા રૂપિયાની ઉપાડ વિશે પૂછ્યું તો તેની પાસે કોઇ જવાબ ન હતો. પોલીસની તપાસમાં માહિતી મળી છે કે લખવિંદરજ ભાગદેવીના પૈસા ઉપાડવા જતો હતો. ભાગદેવી તેને 10 હજાર રૂપિયા ઉપાડવાનું કહેતા તો તે ચેક પર તેમની સામે 10 હજાર જ લખતો હતો. પરંતુ બાદમાં તેમાં એક મીંડું ઉમેરીને એક લાખ ઉપાડી લેતો હતો. ચેક બુકના રેકોર્ડ વાળા પેજ પર 10 હજાર જ લખતો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
source https://www.divyabhaskar.co.in/national/news/former-mlas-mother-giving-a-check-of-rs-10000-driver-adding-mindu-to-it-and-withdrawing-rs-1-lakh-after-the-death-of-a-woman-a-scam-of-rs-5-lakh-came-to-light-127452727.html
0 Comments