કોરોના સંક્રમણ રોકવા મોડલ બનેલા રાજસ્થાનના ભિલવાડામાં જિલ્લા વહીવટી તંત્રએ લગ્નના નિયમો તોડનાર વરરાજાના પિતાને 6.26 લાખનો દંડ ફટકાર્યો છે. ભિલવાડાના ઘીસુલાલ રાઠીના પુત્ર રિજુલના લગ્ન 13 જૂને થયાં હતાં. નિયમ મુજબ 50થી વધુ મહેમાન બોલાવી શકાય નહીં પણ લગ્નમાં 250 લોકો આવ્યા હતા અને ભોજન સમારંભ પણ યોજાયો હતો.
ત્રણ દિવસમાં દંડ ભરપાઈ કરવા જણાવ્યું
આ દરમિયાન એકબીજાથી સંક્રમણ ફેલાયું અને વરરાજા અને તેના પરિવાર સહિત લગ્નમાં આવેલા 15 લોકોને ચેપ લાગી ચૂક્યો છે.જ્યારે 58 લોકો કોરોના કેર સેન્ટરમાં છે. શુક્રવારે મોડી રાત્રે વરરાજાના દાદાનું હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેઓ કોરોના પોઝિટિવ હતા. આ ઘટના પછી કલેક્ટર રાજેન્દ્ર ભટ્ટે આદેશ આપીને રાઠી પાસેથી ત્રણ દિવસમાં દંડ વસૂલ કરી તેને મુખ્યમંત્રી સહાય ભંડોળમાં જમા કરાવવા કહ્યું હતું. આ પ્રકારનો કદાચ દેશનો આ પ્રથમ કિસ્સો છે. કલેક્ટરે આદેશમાં જણાવ્યું હતું કે લગ્નમાં આવનારી પહેલી વ્યક્તિ 19 જૂનના રોજ સંક્રમિત મળી હતી. ત્યારપછી લગ્નમાં જેટલા આવ્યા હતા તે તમામની તપાસ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
અમદાવાદથી ચાર લોકો ગયા હતા
ભિલવાડા લગ્ન સમારંભમાં ભાગ લેવા અમદાવાદથી પણ 4 લોકો ગયા હોવાના અહેવાલ છે. વરરાજાના બેન-બનેવી અને તેમના બે બાળકો અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહે છે. આ અંગે અમદાવાદ મેડિકલ વિભાગને માહિતી આપી દેવાઈ છે. વરરાજાના બેન-બનેવી અમદાવાદમાં ચેકઅપ માટે ગયા હતા પરંતુ તેમનામાં કોઈ લક્ષણ જોવા મળ્યા નહોતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
source https://www.divyabhaskar.co.in/national/news/rajasthan-grooms-father-fined-rs-626-lakh-for-breaking-marriage-rules-250-guests-invited-127455229.html
0 Comments