પૂર્વોત્તર રાજ્યો અને હિમાલય ક્ષેત્રમાં છેલ્લા બે દિવસથી થઈ રહેલા ભારે વરસાદને કારણે આસામના 16 જિલ્લામાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. બ્રહ્મપુત્રા અને તેની સહાયક નદીઓ અનેક સ્થળે જોખમના નિશાનથી ઉપર વહી રહી છે. અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે. પૂરને કારણે રાજ્યમાં 2.53 લાખ લોકોને અસર થઈ છે. તિનસુકિયા, મજૂલી, દિબ્રુગઢ જિલ્લામાં પરિસ્થિતિ વધુ ખરાબ છે. માત્ર દિબ્રુગઢ જિલ્લામાં જ 25 હજાર લોકો પૂરથી પ્રભાવિત છે.
અભ્યારણ્યમાં પાણી ઘૂસતા વન્યજીવો પર જોખમ
પોબીતોરા અભ્યારણમાં પૂરના પાણી ઘૂસી જતાં વન્યજીવો પર જોખમ વધી ગયું છે. આ અભ્યારણમાં 100 ગેડા, 1500 જંગલી ભેંસ છે. તેમને ઊંચાઈવાળા સ્થળે મોકલી અપાયા છે. 12 હજાર હેક્ટરમાંનો પાક ડૂબી ગયો છે. બીજીબાજુ હિમાચલ પ્રદેશમાં પણ નદીઓમાં પૂર આવ્યા છે. બરફ પીગળવાથી અને વરસાદને કારણે રાજ્યની અનેક નદીમાં પૂર છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
source https://www.divyabhaskar.co.in/national/news/assam-brahmaputra-floods-uncontrollably-16-killed-253-lakh-affected-in-state-127455265.html
0 Comments