લોકડાઉનના કારણે 148 વર્ષમાં પહેલીવાર રાજધાની બદલવાનો સમય બદલાયો, જમ્મુથી 46 ટ્રક ફાઇલ અને સામાન શ્રીનગર મોકલવામાં આવ્યો

જમ્મુ-કાશ્મીરમાં રવિવારે દરબાર મૂવ કરવામાં આવ્યો હતો. આ માટે ફાઇલો, દસ્તાવેજો અને અન્ય મહત્વપૂર્ણ સામાન ભરીને 46 ટ્રક જમ્મુથી શ્રીનગર મોકલવામાં આવ્યા હતા. આ પરંપરા 148 વર્ષો પહેલા શરૂ થઈ હતી. કોરોના મહામારી અને લોકડાઉનને કારણે પહેલીવાર દરબાર મૂવ મેની જગ્યાએ જૂનમાં કરવામાં આવ્યો હતો. દરબાર મૂવ અંતર્ગત 10 હજાર જેટલા કર્મચારીઓ, દસ્તાવેજો, કમ્પ્યુટર અને ફર્નિચર અને અન્ય આવશ્યક વસ્તુઓ ટ્રકમાં ભરીને લાવવામાં આવે છે.

પરંપરા 1872માં શરૂ થઈ હતી
દરબાર મૂવની શરૂઆત મહારાજા રણબીરસિંહે 1872માં કરી હતી. આ સ્થળોના જોખમી વાતાવરણને ટાળવા માટે તેઓએ તેમની રાજધાની ઉનાળામાં શ્રીનગર અને શિયાળામાં જમ્મુ કરતા હતા. ઉનાળા દરમિયાન જમ્મુ ગરમ થઈ જાય છે, જ્યારે શિયાળામાં શ્રીનગરમાં પારો શૂન્યથી નીચે જાય છે.

કોરોનાના કારણે બંને જગ્યાઓથી કામ થશે
આ વખતે કોરોના રોગચાળાને કારણે શ્રીનગર તેમજ જમ્મુથી પણ કામગીરી ચાલુ રહેશે. 1 જુલાઈએ જમ્મુની ઓફિસ ખુલશે. 18 વિભાગ અહીંથી કામ કરશે. 19 વિભાગની શ્રીનગર બદલી કરાઈ છે. 6 જુલાઈથી અહીં કામ શરૂ થશે.

ભાજપ પરંપરા ખતમ કરવાની તરફેણમાં છે
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા પછી અને તેને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચ્યા પછી, ભાજપ હવે દરબારની પરંપરા પણ રોકવા માંગે છે. દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચ થાય છે. ગયા વર્ષે મૂવ કરનાર દરેક કર્મચારીને 25 હજાર રૂપિયાનું ભથ્થું આપવામાં આવ્યું હતું. આ વર્ષે સમાન રકમ આપવાનું નક્કી થયું છે. તેઓ શ્રીનગરની હોટલોમાં રોકાય છે. વર્ષમાં બે વાર માલ પરિવહન કરવામાં 150 કરોડથી વધુનો ખર્ચ થાય છે, ભાજપ ઇચ્છે છે કે જ્યારે જમ્મુ અને શ્રીનગરમાં પાયાની સુવિધાઓ છે, તો પછી બંને સ્થળોએ 12 મહિના કાર્યરત રહેવું જોઈએ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ગયા વર્ષે મૂવ કરનાર દરેક કર્મચારીને 25 હજાર રૂપિયાનું ભથ્થું આપવામાં આવ્યું હતું. દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચ થાય છે. ભાજપ આ પરંપરા ખતમ કરવાની તરફેણમાં છે.


source https://www.divyabhaskar.co.in/national/news/the-lockdown-changed-the-time-to-change-the-capital-for-the-first-time-in-148-years-46-truck-files-and-goods-were-sent-from-jammu-to-srinagar-127456042.html

Post a Comment

0 Comments