Happy Dhanteras 2020 : ધનલાભ માટે ધનતેરસ પર કરો આ ઉપાય

નવી દિલ્હી, તા. 13 નવેમ્બર 2020, શુક્રવાર 

દિવાળીનો તહેવાર ધનતેરસથી શરૂ થાય છે. શાસ્ત્રો અનુસાર ધનતેરસના દિવસે સમુદ્ર મંથન દરમિયાન દેવતાઓના ડૉક્ટર ભગવાન ધન્વંતરિ અમૃત કળશ લઇને પ્રકટ થયા હતા. ધનતેરસ ભગવાન ધન્વંતરિની પૂજાની સાથે સાથે ધન-ધાન્યની વર્ષા કરનાર તહેવાર છે. ધનતેરસના દિવસે ધન પ્રાપ્તિ અને પરેશાનીઓને દૂર કરવા માટે કેટલાય ઉપાય કરવામાં આવે છે. જાણો, કયા છે તે અચૂક ઉપાય...

ધનતેરસના દિવસે ચાંદી ખરીદવાની પ્રથા છે જો શક્ય ન હોય તો કોઇ વાસણ ખરીદી લો. માન્યતા અનુસાર આ ચંદ્રમાનું પ્રતીક છે જે મનને સંતોષ અને શીતળતા પ્રદાન કરે છે. સંતોષને સૌથી મોટું ધન માનવામાં આવે છે. 

આ દિવસે તમારે પોતાના ઘર અથવા દુકાનની તિજોરી પર લક્ષ્મીજીનું એવું ચિત્ર લગાવવું જોઇએ. જેમાં લક્ષ્મીજી કમળ પર ધનવર્ષાની મુદ્રામાં બેઠા હોય અને બે હાથી સૂંઢ ઉઠાવીને નજર આવી રહ્યા હોય. આમ કરવા પર હંમેશા તિજોરીમાં માતા લક્ષ્મીજી નિવાસ કરે છે. 

ધનતેરસના દિવસે બજારમાંથી 11 ગોમતી ચક્ર લઇ આવો અને તેના પર ચંદન લગાવીને લક્ષ્મી પૂજા કરો અને લક્ષ્મી મંત્રોનો જાપ કરો. ધન-ધાન્યની કમી રહેશે નહીં. 

માતા લક્ષ્મીની પ્રસન્નતા માટે ધનતેરસ પર નવી સાવરણી ઘરમાં લાવવું ખૂબ જ સમૃદ્ધિ દાયક માનવામાં આવે છે. સાવરણીથી સાફ-સફાઇ થાય છે અને સ્વચ્છ ઘરમાં મા લક્ષ્મી નિવાસ કરે છે. 

ધનતેરસના દિવસે ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે અને તેમની ઉત્તર દિશા માનવામાં આવી છે. એટલા માટે ધનતેરસના દિવસે રોકડ ઉત્તર દિશામાં જ રાખો, આમ કરવાથી તમને ધનલાભ થશે. 

માતા લક્ષ્મી અને ભગવાન કુબેરને પ્રસન્ન કરવા માટે આ દિવસે પૂજા કર્યા બાદ રાત્રે કેસર અથવા હળદરથી રંગેલા 21 ચોખાના દાણાં લાલ કપડાંમાં બાંધીને તિજોરી અથવા પૈસા રાખવાની જગ્યા પર રાખવાં જોઇએ આમ કરવાથી સમૃદ્ધિ આવે છે.  

આ દિવસે તમારે મા લક્ષ્મીના શ્રીયંત્રની સ્થાપના કરવી જોઇએ તેની પૂજા કરવી જોઇએ. દિવાળી સુધી પૂજા કરવાં ઉપરાંત તમે તેને ઘર અથવા ઑફિસનાં ઉત્તર દિશામાં રાખી મુકો અથવા દીવાલ પર લગાવી દો. આમ, કરવાથી તમને મા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થશે. 

જો તમને અથવા તમારા પરિવારમાં સ્વાસ્થ્ય સંબંધિત કોઇ પરેશાની છે તો તમે ધનતેરસના દિવસે અન્ન અને દવાઓનું દાન કરો. આમ કરવાથી તમારા સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ જલ્દી સમાપ્ત થઇ જશે. 

જો તમને કોઇ પણ પ્રકારનો ભય રહે છે અથવા તો તમે પોતાના શત્રુઓથી પરેશાન છો તો તમે ધનતેરસના દિવસે હનુમાનજીની આગળ ચમેલીનાં તેલનો દીવો પ્રગટાવો. અને અગિયાર પીપળાના પાંદડાં પર શ્રી રામ લખીને તેની માળા બનાવીને ચઢાઓ અને ત્યાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો આ ઉપાયથી તમને ચોક્કસ લાભ થશે. 

ધનતેરસ પર રાત્રે દક્ષિણ દિશામાં યમનો દીવો પ્રગટાવો. આમ કરવાથી અકાળ મૃત્યુનો ભય રહેશે નહીં અને નિરોગી શરીર બનશે.



from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32CREFS

Post a Comment

0 Comments