નવી દિલ્હી, 10 નવેમ્બર 2020, મંગળવાર
દિવાળીનો તહેવાર પાંચ દિવસનો હોય છે. તેની શરૂઆત ધનતેરસની સાથે થાય છે અને ભાઇબીજ સાથે સમાપ્ત થાય છે. આ વર્ષે આ પર્વ ચાર દિવસનો રહેશે. નાની દિવાળી અને દિપાવલી એક સાથે જ રહેશે. ત્યારબાદ બેસતું વર્ષ અને ભાઇબીજનું પર્વ મનાવવામાં આવશે. જાણો, દિવાળીનો તહેવારની તૈયારી કેવી રીતે કરવામાં આવે છે.
કેવી રીતે કરશો દિવાળીની તૈયારીઓ?
1. દિવાળી અને ધનતેરસ પહેલાથી જ ઘરની સાફસફાઇ કરી લો. ઘરના રંગ-રોગાનનું કામ ધનતેરસ પહેલા સમાપ્ત થઇ જવું જોઇએ.
2. ઘરમાં ઉપયોગમાં ન લેવાતાં કપડાં અને બૂટ-ચંપલ હટાવીને બહાર કાઢી દો. મુખ્ય દ્વાર પર પણ આ પ્રકારની વસ્તુઓ રાખવી અશુભ માનવામાં આવે છે.
3. મુખ્ય દ્વાર પર ક્યારેય પણ અંધકાર ન રહેવા દેશો.. આ સ્થાને દીવડાની રોશની ઘણી શુભ માનવામાં આવે છે. એટલા માટે દિવાળી પહેલાં અને દિવાળી બાદ ઘરની બહાર પણ અજવાળું રાખો.
4. પૂજા સ્થળેથી જૂના ચિત્ર અને મૂર્તિઓ પણ હટાવી દો. ફાટેલાં ચિત્ર અને તૂટેલી મૂર્તિઓનું ઘરમાં સ્થાન ન રાખશો. આ ચિત્રો અને મૂર્તિઓનું વિસર્જન ભાઇબીજ બાદ કરો.
5. જો પૂજા સ્થળ પર કોઇ મૂર્તિ નથી તો તે સ્થાને દીવો પ્રગટાવીને ઇશ્વરની ઉપાસના કરો.
6. જો કોઇ નવી મૂર્તિ અથવા સામાનની ખરીદારી કરો છો તો તેને પૂજાના સ્થળે રાખતાં જાઓ. દિવાળી પૂજન બાદ આ વસ્તુઓનો ઉપયોગ કરવાનું શરૂ કરો.
7. જો દિવાળી પર કોઇને ભેટ આપવાનું મન બનાવી રહ્યા છો તો આ કામ દિવાળી પહેલાં કરી લો. તહેવારના દિવસે કોઇને ગિફ્ટ અથવા પૈસા આપવાનું ટાળો.
તૈયારીઓમાં આ સાવધાનીઓ પણ રાખો
ઘરના મુખ્ય દ્વારને સાફ રાખો. મુખ્ય દ્વારે પ્રકાશની ઉત્તમ વ્યવસ્થા રાખો. જો નવાં વસ્ત્ર ખરીદ્યા છે તો તેને પહેરીને જ પૂજા કરો. વસ્ત્રોનો રંગ બ્લ્યૂ, બ્લેક ન હોવો જોઇએ. દિવાળીની સફાઇ જો કોઇની પાસે કરાવો છો તો તેને ધન ચોક્કસ આપો.
from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lgKLRO
0 Comments