Dhanteras 2020 : ધનતેરસના દિવસે ખરીદી લો આ એક વસ્તું, લક્ષ્મીજીની હંમેશા કૃપા બની રહેશે

નવી દિલ્હી, તા. 13 નવેમ્બર 2020, શુક્રવાર 

ધનતેરસના પાવન દિવસે નવો સામાન ખરીદવાની પરંપરા છે. ધનતેરસના પાવન દિવસે નવા સામાનની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. આ દિવસે લોકો કેટલાય પ્રકારની વસ્તુઓની ખરીદી કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે સોના, ચાંદી ખરીદવું શુભ હોય છે. આ વર્ષે દિવાળીથી એક દિવસ પહેલા 13 નવેમ્બર, શુક્રવારે ધનતેરસનું પાવન પર્વ મનાવવામાં આવી રહ્યું છે. જાણો, ધનતેરસના દિવસે કઇ વસ્તુ લેવી જરૂરી બની જાય છે. આ વસ્તુ ખરીદવાથી મા લક્ષ્મીજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

સાવરણી :-

ધાર્મિક માન્યતાઓ અનુસાર ધનતેરસના પાવન દિવસે સાવરણી ખરીદવી શુભ માનવામાં આવે છે. સાવરણીને માતા લક્ષ્મીજીનું પ્રતીક માનવામાં આવે છે. સાવરણી ખરીદવાથી મા લક્ષ્મીજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. 

ગરીબી દૂર થાય છે

ધનતેરસના દિવસે સાવરણી ખરીદવી શુભ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાથી ગરીબી દૂર થાય છે. ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાથી મા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ ધનતેરસ સાવરણી ખરીદવાનું ભૂલશો નહીં. 

સુખ-સમૃદ્ધિ આવે છે 

ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાથી દરિદ્રતા દૂર થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર સાવરણી પર પગ ન લગાવવો જોઇએ. દિવાળીના દિવસે મંદિરમાં સાવરણી આપવી પણ શુભ માનવામાં આવે છે. 

ધનતેરસના દિવસે ત્રણ સાવરણી ખરીદો

ધાર્મિક માન્યતાઓ અનુસાર ધનતેરસના દિવસે સાવરણીની વિષમ સંખ્યામાં ખરીદી કરવી જોઇએ. તમે ધનતેરસના દિવસે ત્રણ સાવરણી ખરીદી શકો છો. ધનતેરસના પાવન દિવસે સાવરણી ખરીદવી શુભ માનવામાં આવે છે. 



from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36uk4mt

Post a Comment

0 Comments