નવી દિલ્હી, તા. 12 ઑક્ટોબર 2020, સોમવાર
દર વર્ષે વિશ્વભરમાં 12 ઑક્ટોબરના દિવસે વિશ્વ સંધિવા દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ પર જાગરૂકતા ફેલાવવા માટે કેટલાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેમાં વર્લ્ડ આર્થરાઇટિસ ડેની થીમ અનુસાર કાર્યક્રમોની રૂપ રેખા રાખવામાં આવે છે. હાલના દિવસોમાં લોકોમાં સામાન્ય રીતે જોવા મળતી બીમારીઓમાંથી એક છે સંધિવા. ઘણા બધા લોકો નથી જાણતા કે આ એક ગંભીર મેડિકલ પરિસ્થિતિ છે અને તેને સમય પર દવા અને સારવારની જરૂર હોય છે, જેથી બીમારીને રોકી શકાય. સંધિવાની બીમારી ત્યારે વધારે પરેશાન કરે છે જ્યારે શરીરમાં યૂરિક એસિડનું લેવલ વધી જાય છે. સંધિવા અથવા આર્થરાઇટિસથી પરેશાન લોકોને સાંધામાં અસહનીય દુખાવો થતો હોય છે. જે લોકો સંધિવા વિશે નથી જાણતા તેઓ આ બીમારીને સાંધામાં દુખાવા, સોજાની સમસ્યાથી સમજી શકે છે.
દર વર્ષે, કેટલાય આંતરરાષ્ટ્રીય સંગઠન વિશ્વ સંધિવા દિવસનું પાલન કરે છે જે આ વધતી મેડિકલ પરિસ્થિતિ પર ધ્યાન આપે છે. જાણો, વિશ્વ સંધિવા દિવસના ઇતિહાસ અને મહત્ત્વ વિશે...
ક્યારે મનાવવામાં આવે છે વિશ્વ સંધિવા દિવસ?
વિશ્વ સંધિવા દિવસ એક વૈશ્વિક જાગરૂકતા વધારનાર દિવસ છે જે દર વર્ષે 12 ઑક્ટોબરે મનાવવામાં આવે છે. આ દિવસ જ આર્થરાઇટિસ બીમારી વિશે જાગરૂકતા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
વર્લ્ડ આર્થરાઇટિસ ડેનો ઇતિહાસ
પ્રથમવાર વિશ્વ સંધિવા દિવસ 12 ઑક્ટોબર, 1996માં મનાવવામાં આવ્યો હતો. જેની શરૂઆત પ્રથમ વાર સંધિવા અને આર્થરાઇટિસ ઈન્ટરનેશનલ (ARI)દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારથી વિશ્વ સંધિવા દિવસ દર વર્ષે મનાવવામાં આવે છે.
વિશ્વ સંધિવા દિવસ 2020ની થીમ
દર વર્ષે વર્લ્ડ આર્થરાઇટિસ ડે મનાવવા માટે આયોજકો પાસે એક વિશેષ વિષય અથવા થીમ હોય છે. જો કે વિશ્વ ગઠિયા દિવસ 2020નો સત્તાવાર વિષય વિશ્વ સંધિવા દિવસ 2019 - ટાઇમ ટૂ વર્ક (Time2Work)ના સમાન છે.
શા માટે વિશ્વ સંધિવા દિવસ મનાવવામાં આવે છે?
સંધિવા જેવી બીમારીઓથી પીડિત લોકોની મદદ માટે કેટલાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. વિશ્વ સંધિવા દિવસ મેડિકલ ગ્રુપ્સ, દર્દીઓ અને સામાન્ય પ્રજા વચ્ચે આ બીમારી વિશે જાગરૂકતા ફેલાવાના હેતુથી મનાવવામાં આવે છે.
વર્લ્ડ આર્થરાઇટિસ ડેનું મહત્ત્વ
ભારત અને વિશ્વભરમાં કોરોના વાયરસને છોડીને આર્થરાઇટિસ વધુ જોવા મળતી બીમારીઓમાંથી એક છે. અર્થરાઇટિસ ઉંમર લાયક લોકોમાં વધારે જોવા મળે છે આ સાથે જ વધુ વજન ધરાવતા લોકોમાં તેનું જોખમ વધારે રહે છે. વિશ્વ સંધિવા દિવસ આ બીમારી પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેનો હેતુ લોકોમાં જાગરૂકતા વધારવાનો છે. તેનો પ્રાથમિક હેતુ લોકોને સંધિવા વિશે શિક્ષિત કરવાનો છે.
સંધિવા શું છે?
સંધિવામાં સાંધામાં સોજો અને અસહનીય દુખાવો થાય છે. આ સંયુક્ત અથવા કેટલાય સાંધાને અસર કરી શકે છે. અલગ-અલગ કારણો અને ઉપચાર પદ્ધતિઓ સાથે કેટલાય પ્રકારના સંધિવા હોય છે. સૌથી સામાન્ય પ્રકાર જુનો ઑસ્ટિયોઆર્થરાઇટિસ છે. સંધિવાના દર્દીઓમાં યૂરિક એસિડનું પ્રમાણ વધી જાય છે જેને કંટ્રોલ કરવું ઘણુ મુશ્કેલ હોય છે.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36XEaYe
via IFTTT
0 Comments