Navratri 2020 : છઠ્ઠા નોરતે કરો માતા કાત્યાયનીની આરાધના!

નવી દિલ્હી, તા. 22 ઑક્ટોબર 2020, ગુરુવાર 

નવદૂર્ગાના છઠા સ્વરૂપમાં માતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. માતા કાત્યાયનીનો જન્મ કાત્યાયન ઋષિના ઘરે થયો હતો. એટલા માટે તેમને કાત્યાયની કહેવામાં આવે છે. તેમની ચાર ભુજાઓમાં અસ્ત્ર-શસ્ત્ર અને કમળનું પુષ્પ હોય છે. તેમનું વાહન સિંહ છે. આ બ્રજમંડળની અધિષ્ઠાત્રી દેવી છે. ગોપીઓએ કૃષ્ણની પ્રાપ્તિ માટે તેમની પૂજા કરી હતી. 

લગ્ન સંબંધિત સમસ્યાઓ માટે તેમની પૂજા અચૂક કરવામાં આવે છે. યોગ્ય અને ઇચ્છિત વર તેમની કૃપાથી પ્રાપ્ત થાય છે. જ્યોતિષમાં બૃહસ્પતિનો સંબંધ કાત્યાયની દેવી સાથે સંકળાયેલા હોવાનું માનવામાં આવે છે. તંત્ર સાધનામાં દેવીનો સંબંધ આજ્ઞા ચક્રથી થાય છે. આ વર્ષે માતા કાત્યાયનીની પૂજા 22 ઑક્ટોબરે કરવામાં આવશે. 

કેવી મનોકામનાઓ પૂર્ણ કરે છે માતા કાત્યાયની? 

કન્યાઓના લગ્ન માટે તેમની પૂજા અદ્દભુત માનવામાં આવે છે. ઇચ્છિત લગ્ન અને પ્રેમ લગ્ન માટે પણ તેમની ઉપાસના કરવામાં આવે છે. લગ્નજીવન માટે પણ તેમની પૂજા ફળદાયી હોય છે. જો કુંડળીમાં લગ્ન યોગ વીક હોય તો પણ લગ્ન થઇ જાય છે. 

કેવી રીતે કરશો માતા કાત્યાયનીની સામાન્ય પૂજા? 

સાંજનો સમય પીળા અથવા લાલ વસ્ત્ર ધારણ કરીને તેની પૂજા કરવી જોઇએ. તેમને પીળા ફૂલ અને પીળુ નૈવેદ્ય અર્પણ કરો. તેમને મધ અર્પણ કરવું શુભ હોય છે. 

માતાને સુગંધિત પુષ્પ અર્પણ કરવાથી લગ્નનનો યોગ બનશે. આ સાથે જ પ્રેમ સંબંધિત અડચણ પણ દૂર થશે. ત્યાર બાદ માતાની સમક્ષ તેમના મંત્રોનો જાપ કરો. 

લગ્ન માટે કેવી રીતે કરશો માતા કાત્યાયનીની પૂજા? 

- સાંજના સમયે પીળા વસ્ત્ર ધારણ કરો. 

- માતાની સમક્ષ દીવો પ્રગટાવો અને તેમને પીળા ફૂલ અર્પણ કરો. 

- ત્યારબાદ 3 ગાંઠ હળદર ચઢાઓ. 

- માતા કાત્યાયનીના મંત્રનો જાપ કરો. 

મંત્ર :-

"कात्यायनी महामाये , महायोगिन्यधीश्वरी।

नन्दगोपसुतं देवी, पति मे कुरु ते नमः।।"

- હળદરની ગાંઠને પોતાની પાસે સુરક્ષિત રાખી મુકો. 



from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3m9TVPZ

Post a Comment

0 Comments