Navratri 2020 : આજે માતા ચંદ્રઘંટાની આ વિધિથી પૂજા કરી દેવીને પ્રસન્ન કરો

 નવી દિલ્હી, તા. 19 ઑક્ટોબર 2020, સોમવાર 

નવરાત્રીના ત્રીજો દિવસ ભયથી મુક્તિ અને અપાર સાહસ પ્રાપ્ત કરનાર હોય છે. આ દિવસ માતાનાં ચંદ્રઘંટા સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. તેમના સર પર ચંદ્ર હોય છે એટલા માટે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. તેમનાં દસ હાથોમાં અસ્ત્ર શસ્ત્ર છે અને તેમની મુદ્રા યુદ્ધની મુદ્રા છે. માતા ચંદ્રઘંટા તંત્ર સાધનામાં મણિપુર ચક્રને નિયંત્રિત કરે છે. જ્યોતિષમાં તેમનો સંબંધ મંગળ નામના ગ્રહથી હોય છે. આજે દેવી માતાના ત્રીજા સ્વરૂપની ઉપાસના કરવામાં આવશે. 

માતા ચંદ્રઘંટાની પૂજા વિધિ શું છે? 

માતા ચંદ્રઘંટાની પૂજા લાલ વસ્ત્ર ધારણ કરીને કરવાનું શુભ માનવામાં આવે છે. માતાને લાલ પુષ્પ, ચંદન અને લાલ ચુંદડી સમર્પિત કરવું ઉત્તમ હોય છે. તેમની પૂજાથી મણિપુર ચક્ર મજબૂત થાય છે અને ભયનો નાશ થાય છે. 

મણિપુર ચક્રના નબળા હોવાથી શું થાય છે? 

તેના નબળા હોવાથી વ્યક્તિની અંદર સાહસની કમી રહે છે. વ્યક્તિની અંદર ભયની વૃત્તિ હોય છે. આ વ્યક્તિની અંદર તૃષ્ણા અને મોહ પેદા કરે છે. તેનાથી જ વ્યક્તિની અંદર ઇર્ષ્યા, ધૃણા અને લજ્જાનો ભાવ આવે છે. 

સાહસ પ્રાપ્તિ અને ભયથી મુક્તિ માટે શું કરશો? 

- મધ્યરાત્રીમાં લાલ વસ્ત્ર ધારણ કરો. 

- પહેલાં પોતાના ગુરુને પ્રણામ કરો. 

- માતા દુર્ગાની સામે દીવો પ્રગટાવો અને ધ્યાન ધરો. 

- દુર્ગા કવચનું વિધિ વિધાનથી પાઠ કરો. 

- શક્ય હોય તો નવાર્ણ મંત્રનો યથાશક્તિ જાપ કરો. 



from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dFVeTR

Post a Comment

0 Comments