નવી દિલ્હી, તા. 31 ઑગષ્ટ 2020, સોમવાર
હિન્દૂ પંચાગ અનુસાર 10 દિવસો સુધી ચાલતાં ગણેશોત્સવ પર ઘર-ઘર સ્થાપિત ગણેશ મૂર્તિનું વિસર્જન અંનત ચતુર્દશી તિથિ પર કરવામાં આવે છે. આ વર્ષે અનંત ચતુર્દશી 1 સપ્ટેમ્બરે છે. આ દિવસે લોકોના ઘર અને પંડાળમાં વિરાજિત બપ્પાની પ્રતિમાને જળમાં વિસર્જિત કરવામાં આવે છે. 10 દિવસ સુધી ચાલતા આ ઉત્સવમાં વિઘ્નહર્તા ભગવાન ગણેશની મૂર્તિને ગણેશ ચતુર્થીના દિવસે સ્થાપિત કરે છે અને અનંત ચતુર્દશી પર વિસર્જન કરે છે. પરંતુ ભક્ત પોત-પોતાના હિસાબથી 3, 5, 7 અને 10 દિવસોમાં પણ ગણેશ વિસર્જન કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યુ છે કે દર વર્ષે શા માટે ગણેશ વિસર્જન કરવામાં આવે છે અને શું છે અનંત ચતુર્દશીની કથા..?
હિન્દૂ પંચાગ અનુસાર 10 દિવસો સુધી ચાલતાં ગણેશોત્સવ પર ઘર-ઘર સ્થાપિત ગણેશ મૂર્તિનું વિસર્જન અંનત ચતુર્દશી તિથિ પર કરવામાં આવે છે. આ વર્ષે અનંત ચતુર્દશી 1 સપ્ટેમ્બરે છે. આ દિવસે લોકોના ઘર અને પંડાળમાં વિરાજિત બપ્પાની પ્રતિમાને જળમાં વિસર્જિત કરવામાં આવે છે. 10 દિવસ સુધી ચાલતા આ ઉત્સવમાં વિઘ્નહર્તા ભગવાન ગણેશની મૂર્તિને ગણેશ ચતુર્થીના દિવસે સ્થાપિત કરે છે અને અનંત ચતુર્દશી પર વિસર્જન કરે છે. પરંતુ ભક્ત પોત-પોતાના હિસાબથી 3, 5, 7 અને 10 દિવસોમાં પણ ગણેશ વિસર્જન કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યુ છે
વિસર્જન કેમ?
પ્રત્યેક વર્ષ અંનત ચતુર્દશી તિથિ પર 10 દિવસો સુધી ચાલતા ગણેશ ઉત્સવ બાદ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરી દેવામાં આવે છે. પુરાણો અનુસાર મહર્ષિ વેદવ્યાસે ગણેશ ચતુર્થીના દિવસથી ભગવાન ગણેશને મહાભારતની કથા સંભળાવવાનું શરૂ કર્યુ હતું. સતત દસ દિવસો સુધી વેદવ્યાસ આંખો બંધ કરીને ભગવાન ગણેશને કથા સંભાળાવતા રહ્યા અને ગણેશજી આરામ કર્યા વગર સતત લખતાં રહ્યાં.
દસ દિવસો બાદ જ્યારે મહાભારતની કથા પૂરી થઇ ગઇ ત્યારે વેદવ્યાસજીએ આંખો ખોલી તો જોયું કે સતત લખતાં રહેવાને કારણે ગણેશજીના શરીરનું તાપમાન ઘણું વધી ગયું હતું, ત્યારે ગણેશજીનું તાપમાન ઓછું કરવા માટે વેદવ્યાસે તળાવમાં ગણેશજીને સ્નાન કરાવ્યું. ત્યારબાદ તેમના શરીરનું તાપમાન સામાન્ય થયું. જે દિવસે તેમણે ગણેશજીને સ્નાન કરાવવામાં આવ્યું હતું તે દિવસે અનંત ચતુર્દશી હતી એટલા માટે આ દિવસે ગણેશ પ્રતિમાનું વિસર્જન થવા લાગ્યું.
ગણપતિ વિસર્જનનું શુભ મુહૂર્ત
આ વર્ષે ગણેશ વિસર્જન 1 સપ્ટેમબરે છે ત્યારબાદ ભાદરવા પૂનમ આરંભ થઇ જશે. ગણેશ વિસર્જન 1 સપ્ટેમ્બરે સવારે 9 કલાકેને 10 મિનિટથી શરૂ થઇને 1 કલાકે 56 મિનિટ સુધી ચાલશે. ત્યારબાદ બપોરે 3 કલાકેને 32 મિનિટથી સાંજે 5 કલાકને 7 મિનિટ સુધી રહેશે. ત્યારબાદ સાંજે 8 કલાક 7 મિનિટથી રાતના 9 કલાકને 32 મિનિટ સુધીનું શુભ મુહૂર્ત રહેશે.
કોરોના કાળમાં વિસર્જન કેવી રીતે કરશો?
કોરોના કાળના કારણે આ વર્ષે સામૂહિક રીતે ગણેશ વિસર્જન નદીઓમાં કરી શકાશે નહીં. એવામાં તમે ઘરે રહીને જ ગણેશજીનું વિસર્જન કરો. તેના માટે એક કૂંડામાં પાણી ભરીને તેમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરો અને ત્યારબાદ તેમાં માટી નાંખીને છોડ ઉગાડી દો, પરંતુ તે કૂંડામાં ક્યારેય તુલસીનો છોડ ન લગાઓ કારણ કે તુલસી ભગવાન ગણેશજીને ચઢાવવામાં આવતી નથી.
from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gHaa3V
0 Comments