બુધવારના દિવસે આ ઉપાય કરવાથી ધનની અછત રહેતી નથી

નવી દિલ્હી, તા. 07 ઑક્ટોબર 2020, બુધવાર 

બુધવારનો દિવસ બુધ ગ્રહ અને ભગવાન ગણેશજીને સમર્પિત કરાવામાં આવે છે. બુધ ગ્રહને વાકપટુતા અને બુદ્ધિનું પરિબળ માનવામાં આવે છે. ભગવાન ગણેશ પણ બુદ્ધિના દેવતા છે.. ભગવાન ગણેશની સાથે રિદ્ધિ-સિદ્ધિ અને શુભ લાભ પણ વિરાજમાન છે. તેમની પૂજા અર્ચના કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે કોઇ પ્રકારની કોઇ અછત રહેતી નથી. ગણેશજીની સાથે માતા લક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે જ્યાં બુદ્ધિનો વાસ હોય છે ત્યાં લક્ષ્મી પણ વાસ કરે છે. બુધવારના દિવસે કેટલાક ઉપાય કરવાથી માતા લક્ષ્મીની કૃપા વરસશે જેનાથી તમારી ધન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થશે. 

બુધવારના દિવસે ગણેશજીને લડ્ડુ અથવા મોદકનો ભોગ લગાવવો જોઇએ, ભોગ ચઢાવ્યા બાદ મોદકને ધન રાખવાની જગ્યાએ અથવા તિજોરીની પાસે રાખવું જોઇએ. તેનાથી ધન સંબંધિત સમસ્યાઓ ઓછી થઇ જાય છે. 

બુધવારના દિવસે દરેક વસ્તુઓનો ઉપયોગ કરવો જોઇએ. તેનાથી બુધ ગ્રહ મજબૂત થાય છે. માન્યતા છે કે બુધવારના દિવસે લીલી પોટલીનો ઉપયોગ કરવાથી ધનની કમી રહેતી નથી, માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. બુધવારના દિવસે લીલી વસ્તુઓને ભોજનમાં સામેલ કરવાથી રોગમાંથી મુક્તિ પણ મળે છે. 

બુધવારનો દિવસ પંચમુખી રૂદ્રાક્ષ, 7 દાણા મગ અને થોડીક લગભગ 10 ગ્રામ કોથમીર પર્સમાં રાખો. રૂદ્રાક્ષ ન હોય તો હળદરની ગાંઠ રાખો. માન્યતા છે કે તેનાથી પૈસાની અછત થતી નથી. 

બુધવારના દિવસે ગણેશજીને 21 અથવા 42 જાવિત્રી અર્પણ કરવું જોઇએ. તેનાથી ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે, આર્થિક સમસ્યા દૂર થાય છે અને ધનની પ્રાપ્તિ થાય છે. 

બુધવારના દિવસે સવારે ઉઠીને લક્ષ્મીજીની પૂજા કરો. તેમને કમળનું ફૂલ અર્પણ કરો અને લક્ષ્મીજીના મંત્રોનો જાપ કરો. આ ઉપાય 21 દિવસો સુધી નિયમિત રીતે કરો. 



from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3d2HLVS

Post a Comment

0 Comments