ભારતના લોકોની દ્રષ્ટિ ધૂંધળી થઇ રહી હતી, લગભગ 8 કરોડ લોકો એક પ્રકારનો અંધાપાથી પીડાઇ છે

-છેલ્લા ત્રણ દાયકામાં આવા કેસ બમણા થઇ ગયા

નવી દિલ્હી તા.19 ઓક્ટોબર 2020 સોમવાર

ભારતમાં ઓછામાં ઓછા આઠ કરોડ લોકો એવા છે જેમની દ્રષ્ટિ ધૂંધળી હતી. તેમની દ્રષ્ટિ કમજોર થઇ ચૂકી હતી. એક સર્વે મુજબ છેલ્લા ત્રણ દાયકામાં આવા કેસ બમણા થઇ ગયા હતા.

1990માં ચાર કરોડ લોકો એક પ્રકારનો અંધાપો વેઠી રહ્યા હતા. અત્યારે એવા લોકોની સંખ્યા વધીને સાત કરોડ નેવું લાખની થઇ ગઇ હતી. બે આંતરરાષ્ટ્રીય એનજીઓ વિઝન લોસ એક્સપર્ટ ગ્રુપ (VLEG) અને ઇન્ટરનેશનલ એજન્સી ફોર ધ પ્રિવેન્શન ઑફ બ્લાઇન્ડનેસ (IAPB)ના સર્વેમાં આ વિગતો જાણવા મળી હતી. 

આ સંસ્થાઓ સાથે સંકળાયેલા નિષ્ણાતોનો અભિપ્રાય એવો હતો કે ભારતીય પ્રજાની રહેણીકરણી એવી થઇ હતી કે જેને કારણે દ્રષ્ટિઝાંખપ આવી રહી હતી. 1990માં ભારતીયોની સરેરાશ આવરદા 59 વર્ષની હતી પરંતુ અત્યારે વધીને 70ની થઇ હતી. સાથોસાથ દ્રષ્ટિની તકલીફ હોય એવા લોકોની સંખ્યામાં પણ સારો એવો વધારો નોંધાયો હતો. હાલ દેશના 70 ટકા નેત્રહીન લોકો પ0 વર્ષથી વધુ વયના હતા. ડાયાબિટિસના દર્દીઓમાં પણ આંખની તકલીફની ફરિયાદો વધી હતી. 

દર છ નેત્રહીન લોકોમાં એક ડાયાબિટિસના દર્દી હતા. ચીનમાં હાલ 11 કરોડ 60 લાખ લોકો નેત્રહીન છે. એની તુલનાએ ભારતમાં સાત કરોડ નેવું લાખ લોકો  દ્રષ્ટિની સમસ્યાનો ભોગ બનેલા હતા. ભારતમાં નજીકની વસ્તુઓ નીરખવામાં નીયર વીઝન લોસ (પ્રેસબાયોપિયા)ના કિસ્સા છેલ્લાં ત્રીસ વર્ષમાં બમણા થઇ ગયા હતા. 2019માં આવા કેસની સંખ્યા 13 કરોડ 76 લાખની હતી.  નેત્રહીનોની સૌથી વધુ વસતિ ભારતમાં છે એ ચિંતાજનક ગણાય.




from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lZqAHT
via IFTTT

Post a Comment

0 Comments