નવી દિલ્હી, તા. 31 ઓગષ્ટ 2020, સોમવાર
દક્ષિણ ભારતમાં ઓનમ (Onam 2020)નો તહેવાર ખૂબ જ લોકપ્રિય છે. કેરળમાં ખૂબ જ ધૂમધામથી આ પર્વ મનાવવામાં આવે છે. ઓનમ ખાસકરીને ખેતરમાં પાકની સારી ઉપજ માટે મનાવવામાં આવે છે. આ વર્ષે ઓનમ 22 ઓગષ્ટથી 2 સપ્ટેમબર સુધી 10 દિવસ માટે મનાવવામાં આવી રહ્યો છે. તેની મુખ્ય પૂજા (Onam Puja) આજે સોમવાર, 31 ઑગષ્ટે કરવામાં આવે છે. ઓનમ એટલા માટે પણ વિશેષ છે કારણ કે તેની પૂજા મંદિરમાં નહીં પરંતુ ઘરમાં કરવામાં આવે છે.
શું છે ઓનમનો ઇતિહાસ?
ઓનમ મનાવવા પાછળ એક પૌરાણિક માન્યતા છે. કહેવામાં આવે છે કે કેરળમાં મહાબલી નામનો એક અસુર રાજા હતો. તેના આદર સત્કારમાં જ ઓનમ તહેવાર મનાવવામાં આવે છે. તેમના રાજ્યમાં પ્રજા ખૂબ જ સુખી અને સંપન્ન હતી. આ દરમિયાન ભગવાન વિષ્ણુ વામન અવતાર લઇને આવ્યા અને ત્રણ પગમાં તેમનું સમગ્ર રાજ્ય લઇને તેમનો ઉદ્ધાર કરી દીધો. માનવામાં આવે છે કે તેઓ વર્ષમાં એકવાર પોતાની પ્રજાને જોવા માટે આવે છે. ત્યારથી કેરળમાં દર વર્ષે રાજા બલિના સ્વાગતમાં ઓનમનો પર્વ મનાવવામાં આવે છે.
ઓનમ પર્વને ખેતી અને ખેડૂતો સાથે ગાઢ સંબંધ છે, ખેડૂતો પોતાના પાકની સુરક્ષા અને સારી ઉપજ માટે શ્રાવણ દેવતા અને પુષ્પદેવીની આરાધના કરે છે. પાકનાં લણણીની ખુશી લોકોના મનમાં એક નવી આશા અને વિશ્વાસ જગાવે છે.
આ દિવસોમાં સમગ્ર ઘરની વિશેષ સાફ-સફાઇ કરવામાં આવે છે. ત્યાર બાદ લોકો આખા ઘરને ફૂલોથી સજાવે છે. ઘરને ફૂલોથી સજાવવા માટેનો કાર્યક્રમ 10 દિવસ સુધી ચાલે છે. લોકો પોતાના આંગણે ફૂલોથી રંગોળી પણ બનાવે છે..
ઓનમ ઉત્સવ દરમિયાન એક પારંપરિક દાવત સમારોહનું આયોજન કરવામાં આવે છે. આ સમારોહમાં મીઠા વ્યંજનો ઉપરાંત 9 સ્વાદિષ્ટ વ્યંજન બનાવવામાં આવે છે જેમાં પચડી કાલ્લમ, ઓલ્લમ, દાવ, ઘી, સાંભર, કેળા અને પાપડના ચિપ્સ મુખ્ય રીતે બનાવવામાં આવે છે. આ વ્યંજનોને કેળાનાં પાંદડાં પર પરોસવામાં આવે છે. લોકો પોતાના મિત્રો, સંબંધીઓ અને પરિવારના સભ્યોને આ પર્વની શુભકામનાઓ આપે છે.
ઓનમ ભારતના સૌથી રંગારંગ તહેવારોમાંથી એક છે. આ પર્વની લોકપ્રિયતા એટલી છે કે કેરળ સરકાર તેને પર્યટક તહેવાર તરીકે પણ મનાવે છે. ઓનમ પર્વ દરમિયાન બોટ રેસ, નૃત્ય, સંગીત, ભોજન સમારંભ જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.
ઓનમ શુભ મુહૂર્ત
ઓનમ ઉત્સવ આરંભ : 21 ઑગષ્ટ 2020
ઓનમ મહોત્સવની અંતિમ તિથિ : 2 સપ્ટેમ્બર 2020
ઓનમ મુખ્ય ઓઅર્વ થિરુવોણમ નક્ષત્ર આરંભ તિથિ અને સમય : 30 ઑગષ્ટ 2020 બપોરે 01 : 52
થિરુવોણમ નક્ષત્ર સમાપ્ત : 31 ઑગષ્ટ 2020 બપોરે 03: 04 કલાક સુધી.
from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2EFHHyy
0 Comments