1 બિહારનો પુલ
આજે રાજસ્થાનથી નહીં, બિહારથી વાત શરૂ કરીએ. મામલો બિહારના ગોપાલગંજનો છે. અહીં ગંડક નદી પર પુલ બનાવવામાં આઠ વર્ષ લાગ્યા. 263 કરોડ રૂપિયાનો ખર્ચો થયો. પછી તેનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન પણ કરવામા આવ્યું. માત્ર 29 દિવસ થયા હતા અને પુલ નદીના પ્રવાહમાં તણાઇ ગયો. પુલને જોવા માટે લોકડાઉન તોડીને લોકો પહોંચી ગયા. આ ઘટના અંગે નીતિશુકમારની ટીકા થવા લાગી તો બિહાર સરકારે તેને ફેક ન્યૂઝ કહી દીધા. ભ્રષ્ટાચારની પોલ ખોલતી આ ઘટના પર નિવેદન આવ્યું- એમ ન કહો કે પુલ વહી ગયો છે, માત્ર અપ્રોચ રોડ તૂટ્યો છે. સરકાર ચુસ્ત છે અને આ કુદરતી આફતછે. તેમાં વાંધા વચકા ન કાઢો.
2. રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ
રાજસ્થાનના રાજકારણમાં અરજીઓની સીઝન શરૂ થઇ ગઇ છે. CM અશોક ગેહલોતથી નારાજ થઇને બગાવત કરી ચૂકેલા સચિન પાયલટે હજુ પાર્ટી છોડી નથી અને પાર્ટીએ તેમને નથી છોડ્યા. માત્ર હોદ્દા છિનવી લીધા છે. બન્ને જૂથ તરફથી છ દિવસ સુધી નિવેદનો ચાલતા રહ્યા. જ્યારે નિવેદનોનો સ્કોર સેટલ થઇ ગયો ત્યારે પાયલટ સહિત 19 ધારાસભ્ય સ્પીકર તરફથી મળેલી નોટિસને પડકારવા હાઇકોર્ટ પહોંચી ગયા. હાઇકોર્ટમાં આજે ફરી સુનાવણી થશે
સૂત્રોએ જણાવ્યું છે કે ગેહલોતના- સારી અંગ્રેજી બોલવાથી કંઇ નથી થતું, વાળા નિવેદનથી પરેશાન થયા વિના રાહુલ ગાંધીએ પાયલટ સાથે સમાધાન કરવાના પ્રયાસો વધારી દીધા છે. તેઓ પાયલટને પાછા લાવવા માંગે છે. તેથી તેમણે પ્રિયંકા ગાંધી અને એહમદ પટેલને પાયલટ સાથે ફરી વાત કરવાનું કામ સોંપ્યું છે. જોકે પાયલટના પાછા આવવાના બધા રસ્તા ગેહલોત બંધ કરવા માગે છે.
બીજી તરફ SOGની નોટિસના જવાબમાં ગુરૂવાર સાંજ સુધી કોઇ ધારાસભ્ય નિવેદન નોંધાવવા પણ ગયા નહીં અને કોઇએ SOG પાસેથી સમય પણ માંગ્યો નથી. સવાલ પૂછવા પર ધારાસભ્યોએ ભાસ્કરને કહ્યું- નોટિસમાં ક્યાં લખ્યું છે કે નિવેદન કયા દિવસે અને કયા સમયે આપવાનું છે ?
3. કોરોના અંગે ગંભીર સમાચાર
હવે રાજકારણથી હટીને એક ગંભીર સમાચાર. દેશમાં કોરોના કેસ દસ લાખને પાર થઇ ગયા છે. દેશમાં જ્યારે 497 કેસ હતા ત્યારે લોકડાઉન લગાવવામા આવ્યું હતું. જ્યારે લોકડાઉન ખતમ થયું ત્યારે કેસ 1.90 લાખ થઇ ગયા હતા. માત્ર ત્રણ દિવસોમાં કેસ નવ લાખથી વધીને દસ લાખ થયા છે. રાહતની વાત એ છે કે દેશમાં દર દસ લાખની વસ્તી પર 703 કોરોના પોઝિટિવ કેસ નોંધાય છે. અમેરિકામાં આ આંકડો 10924 અને બ્રાઝીલમાં 9270 છે.
4. સુશાંત સુસાઇડ કેસમાં CBI તપાસની માંગ
સુશાંતસિંહ રાજપૂત સુસાઇડને એક મહિનો થઇ ગયો છે. સેલેબ્સ સાથે પૂછપરછ ચાલુ છે. અત્યારસુધી 35 લોકોની પૂછપરછ થઇ ચૂકી છે પરંતુ પોલીસ કોઇ નિષ્કર્ષ પર નથી પહોંચી શકી. સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ ગુરૂવારે બે ટ્વિટ કર્યા અને તેમાં ગૃહમંત્રી અમિત શાહને CBI તપાસની માંગણી કરી હતી. તેણે લખ્યું- હું માત્ર એ સમજવા માંગુ છું કે એ કયુ દબાણ હતું જેના લીધે સુશાંતે આ પગલું ભર્યું.
5. આજના 3 અગત્યના સમાચાર
આજે મોદીનું ભાષણ
ગત મહિને ભારત યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલનું નોન પરમાનેન્ટ મેમ્બર બન્યું હતું. તેના એક મહિના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે યૂએન ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલને એડ્રેસ કરશે. ન્યૂયોર્કમાં આયોજિત આ સેશન માટે મોદી વર્ચ્યુઅલ ભાષણ આપશે. મોદીના ભાષણને ભારતમાં સાંજે 7થી રાત્રે 9 વાગ્યા વચ્ચે સાંભળી શકાશે.
રાજનાથનો લદ્દાખ પ્રવાસ
રક્ષામંત્રી રાજનાથસિંહ આજે લદ્દાખ જશે. ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે તેઓ બોર્ડર પર આર્મીની તૈયારીઓની સમીક્ષા કરશે. રાજનાથનો અગાઉનો પ્રવાસ ગત મહિને થવાનો હતો પરંતુ તે રદ્દ કરવામા આવ્યો હતો. કારણ કે તે દિવસે વડાપ્રધાન મોદી અચાનક લદ્દાખમાં ફોરવર્ડ પોસ્ટ સુધી પહોંચ્યા હતા.
6. આજનો દિવસ કેવો રહેશે ?
આજે શુક્રવાર છે. ટેરોકાર્ડ્સ કહે છે કે મેષ રાશિવાળા માટે પોતાનું કામ શરૂ કરવાની પ્લાનિંગનો દિવસ છે. મિથુન રાશિવાળા લોકો માટે પણ પરિસ્થિતિ સારી બની રહી છે. કર્ક રાશિના લોકો જેવું પરિણામ ઇચ્છશે તેવું પરિણામ તેમને આજે મળશે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્રવારે મિત્ર અને વૃદ્ધિના નામે બે શુભ યોગ બની રહ્યા છે. મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કુંભ અને મીન રાશિના લોકો માટે દિવસ ફાયદાકારક રહેશે. કન્યા, તુલા, ધન અને મકર રાશિના લોકોને સાચવીને ચાલવું પડશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
source https://www.divyabhaskar.co.in/national/news/season-of-petitions-in-rajasthan-politics-discussion-on-disaster-against-disaster-on-flowing-bridge-in-bihar-modis-speech-at-un-today-127519305.html
0 Comments