દેશમાં કોરોનાના દર્દી 10 લાખને પાર થઈ ગયા છે. દર્દી વધવાની ઝડપ સતત વધી રહી છે. સરકારી આંકડા મુજબ દર્દી બમણા થવાની અવધિ 21 દિવસ છે. એટલે કે જો નવા દર્દી વધવાનું અટકશે નહીં તો ઓગસ્ટમાં પ્રથમ સપ્તાહ સુધીમાં 20 લાખ દર્દી થઈ શકે છે. બીજીબાજુ દેશમાં રિકવરી રેટ પણ વધ્યો છે. જે અત્યારે લગભગ 63 ટકા છે. મૃત્યુદર 2.6 ટકા છે. પરંતુ ચિંતાની વાત એ છે કે મોતની સંખ્યા બમણી થવાની અવધિ 23 દિવસ થઈ ગઈ છે. જે ગયા મહિને 32 દિવસની હતી. એટલે કે ઓગસ્ટના બીજા સપ્તાહ સુધીમાં મોતની સંખ્યા 50 હજાર થઈ શકે છે.
25 માર્ચે જ્યારે લૉકડાઉન લગાવાયું ત્યારે દેશમાં માત્ર 568 દર્દી હતા. ત્યારપછી 31 મે સુધી લૉકડાઉનના 68 દિવસમાં 1.90 લાખ દર્દી મળ્યા. એટલે કે રોજના સરેરાશ 2794 દર્દી. ત્યારપછી 1 જૂનથી અનલૉકનો પ્રથમ તબક્કો શરૂ થયો. ત્યારથી 16 જુલાઈ સુધી 46 દિવસમાં 8.10 લાખ દર્દી મળ્યા. એટલેકે રોજના સરેરાશ 17608 દર્દી. પરંતુ ચિંતા એ વાતની છે કે એક સપ્તાહથી આ સરેરાશ 2500થી ઊપર જતી રહી છે. હવે રોજની સરેરાશ 30 હજાર થઈ ગઈ છે.
મહારાષ્ટ્રમાં દર્દીની સંખ્યા હવે 3 લાખ તરફ, આ આંકડા સુધી વિશ્વના માત્ર 9 દેશ પહોંચી શક્યા
| કુલ દર્દી | દેશનો હિસ્સો | કુલ મોત | દેશનો હિસ્સો |
| 275640 | 27.60% | 10928 | 43.70% |
| 151820 | 15.20% | 2167 | 8.90% |
| 116993 | 11.70% | 3487 | 13.90% |
| 47253 | 4.70% | 928 | 3.70% |
| 44648 | 4.50% | 2081 | 8.30% |
| 41383 | 4.10% | 1012 | 4.00% |
| 37745 | 3.80% | 375 | 1.50% |
| 35451 | 3.60% | 452 | 1.80% |
| 34427 | 3.40% | 1000 | 4.00% |
| 785360 | 78.60% | 22430 | 89.80% |
અહીં દર્દી વધવાની ઝડપ સૌથી વધારે
| રાજ્ય | કુલ દર્દી | મહિનામાં વધ્યા | વૃદ્ધિ |
| તેલંગાણા | 37745 | 32771 | 658.80% |
| કર્ણાટક | 47253 | 40040 | 555.10% |
| આંધ્ર | 35451 | 28995 | 449.10% |
| કેરળ | 9553 | 7011 | 275.80% |
| તમિલનાડુ | 151820 | 105316 | 226.40% |
| બિહાર | 20173 | 13511 | 202.80% |
| હરિયાણા | 23306 | 15584 | 201.80% |
અહીં દર્દી વધવાની ઝડપ સૌથી ઓછી
| રાજ્ય | કુલ દર્દી | મહિનામાં વધ્યા | વૃદ્ધિ |
| ચંદીગઢ | 619 | 262 | 73.30% |
| મધ્યપ્રદેશ | 19643 | 8708 | 79.60% |
| ગુજરાત | 44648 | 20544 | 85.20% |
| રાજસ્થાન | 25806 | 12825 | 98.80% |
| ઉત્તરાખંડ | 3785 | 1949 | 106.10% |
| જમ્મુ-કાશ્મીર | 11173 | 5953 | 114.00% |
| ઝારખંડ | 4225 | 2464 | 139.90% |
5 રાજ્યોમાં અત્યાર સુધી કોઈ મોત નહીં, 15 રાજ્યોમાં મૃત્યુદર 1%થી ઓછો છે
| રાજ્ય | દર્દી | મોત | મૃત્યુદર |
| આંદામાન-નિકોબાર | 166 | 0 | 0.00% |
| મણિપુર | 1700 | 0 | 0.00% |
| મિઝોરમ | 238 | 0 | 0.00% |
| નાગાલેન્ડ | 902 | 0 | 0.00% |
| સિક્કિમ | 209 | 0 | 0.00% |
| લદાખ | 1142 | 1 | 0.10% |
| ત્રિપુરા | 2184 | 2 | 0.10% |
| કેરલ | 9553 | 35 | 0.40% |
| છત્તીસગઢ | 4556 | 20 | 0.40% |
| ઓડિશા | 14898 | 77 | 0.50% |
| મેઘાલય | 337 | 2 | 0.60% |
| અરુણાચલ | 462 | 3 | 0.70% |
| હિમાચલ | 1324 | 10 | 0.80% |
| ઝારખંડ | 4225 | 36 | 0.90% |
| તેલંગાણા | 37745 | 375 | 0.90% |
ડૉ. ડીસીએસ રેડ્ડી, ડૉ. કે. શ્રીનાથ રેડ્ડી, સભ્ય- કોવિડ-19 નેશનલ ટાસ્ક ફોર્સ અને પેન્ડેમિક એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર લૉકડાઉનના બદલે કન્ટેઈનમેન્ટ ઝોનમાં ઘરે-ઘરે તપાસ જરૂરી છે.
આ કારણથી સ્થિતિ બગડી...
- કન્ટેઈનમેન્ટ ઝોનમાં દરેક વ્યક્તિની તપાસ જરૂરી છે, પરંતુ અનેક રાજ્યોમાં આવું નથી થયું.
- કન્ટેઈનમેન્ટ ઝોનમાં અવરજવરના કારણે એવા વિસ્તારોમાં પણ કેસ આવી રહ્યા છે, જ્યાં દર્દીઓ ન હતા. તેથી સાબિત થાય છે કે, અવરજવર નહોતી અટકી.
- લક્ષણ વિનાના દર્દીઓની ઓળખ ત્યારે જ થઈ શકે, જ્યારે કન્ટેઈનમેન્ટ ઝોનમાં તમામ સંભવિતોના ટેસ્ટ થાય. હાલ મોટા ભાગના સ્થળે આવું નથી થઈ રહ્યું.
હવે આવું કરવું પડશે...
- કન્ટેઈનમેન્ટ ઝોનમાં ઘરે ઘરે જઈને લોકોના આરોગ્યની જાણકારી મેળવી ટેસ્ટ કરવા પડશે.
- સંક્રમિતોને કોઈ પણ સંજોગોમાં ક્વોરેન્ટાઈન રાખવાના રહેશે. ઘરમાં વૃદ્ધો, બાળકો કે ગંભીર બીમારીના દર્દી હોય તો ત્યાંથી બહાર ક્વોરેન્ટાઈન કરવા પડશે.
- આંધ્ર-કેરળમાં અપનાવાઈ રહેલું મોડલ દેશભરમાં અપનાવવું જોઈએ. ત્યાં ગલી-મહોલ્લા સ્તરે વોલેન્ટિયર તહેનાત કરાયા હતા, જે દરેક વ્યક્તિ પર નજર રાખતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
source https://www.divyabhaskar.co.in/national/news/190-lakh-cases-in-68-days-lockdown-in-india-810-lakh-cases-in-46-days-unlock-127520429.html
0 Comments