રક્ષામંત્રી રાજનાથ સિંહ લદ્દાખ મુલાકાતે પહોંચ્યા છે. તેમણે લેહમાં સ્ટફના ફોરવર્ડ લોકેશન પર જવાનો સાથે વાત કરી હતી. સૈનિકોએ પેરા ટ્રૂપિંગ અને સૈન્ય અભ્યાસ પણ દર્શાવ્યો હતો. રાજનાથ સિંહ સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે પણ છે.
બે દિવસની મુલાકાતમાં રાજનાથ સિંહ આજે લદ્દાખમાં ફોરવર્ડ લોકેશનની મુલાકાત લેશે. શનિવારે શ્રીનગર જશે. ગલવાનની ઘટના પછી આ રાજનાથ સિંહની પ્રથમ મુલાકાત છે. 15 જૂને ગલવાન ઘાટીમાં ચીન સાથેની ઝપાઝપીમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા.
#WATCH: रक्षा मंत्री राजनाथ सिंह, चीफ ऑफ डिफेंस स्टाफ जनरल बिपिन रावत और आर्मी चीफ जनरल एमएम नरवाणे लेह हवाई अड्डे पर पहुंचे। रक्षा मंत्री दो दिवसीय लद्दाख और जम्मू और कश्मीर के दौरे पर हैं। https://t.co/xraCkv0QHD pic.twitter.com/I0XIB2P7sX
— ANI_HindiNews (@AHindinews) July 17, 2020
મોદીએ ચીનની વિસ્તારવાદી નીતિને ટાર્ગેટ કરી
આ પહેલાં રાજનાથ સિંહ 2 જુલાઈએ લદ્દાખની મુલાકાતે જવાના હતા, પરંતુ તે મુલાકાત ટાળી દેવામાં આવી હતી. તેના બીજા દિવસે વડાપ્રધાન મોદી અચાનક લદ્દાખ પહોંચી ગયા હતા. મોદીએ ચીન સાથેની ઝપાઝપીમાં સામેલ જવાનોને પ્રોત્સાહન આપ્યું હતુ અને ચીનને પડકાર આપતા તેની વિસ્તારવાદની નીતિને ટાર્ગેટ કરી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
source https://www.divyabhaskar.co.in/national/news/defense-minister-rajnath-singh-arrived-in-ladakh-accompanied-by-the-chief-of-defense-staff-and-also-the-army-chief-127521950.html
0 Comments