હૈદરાબાદ: દેશનો પહેલો કિસ્સો, કોરોનાને હંફાવ્યા બાદ બાયપાસ સર્જરી કરાવી


હૈદરાબાદ તા.21 જુલાઇ 2020 મંગળવાર

હૈદરાબાદમાં રહેતા 63 વર્ષના એક સિનિયર સિટિઝને તાજેતરમાં કોરોનાને હંફાવ્યો એટલું વાંચીને એમ કહો કે એમાં શું ? તો આ સમાચાર વાંચીને તમને આશ્ચર્ય થશે. 

કોરોનાને હંફાવ્યા બાદ આ વડીલ પર કોરોનરી બાયપાસ સર્જરી કરવામાં આવી હતી અને એ સફળ થઇ હતી. આ પ્રકારનો દેશમાં બનેલો આ પ્રથમ કિસ્સો છે. હૈદરાબાદના કરવન વિસ્તારમાં રહેતા આ દર્દીની ઓળખ જાહેર કરવામાં આવી નથી. આ ભાઇને ચાલુ વર્ષના એપ્રિલમાં કોરોના થયો હોવાના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા. તેમને 21 દિવસ માટે ગવર્નમેન્ટ ગાંધી હૉસ્પિટલમાં દાખલકરાયા હતા. અહીં તેમણે કોરોનાની સારવાર સફળતાપૂર્વક લીધી અને સાજા થઇ ગયા હતા. 

ત્યારબાદ તેમને હાર્ટની તકલીફ થતાં હૈદરાબાદના પ્રસિદ્ધ કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર ભટનાગરને બતાવ્યું. તેમણે નિદાન કર્યું કે બાયપાસ સર્જરી કરવી જરૂરી છે અન્યથા દર્દીની સ્થિતિ ગંભીર થઇ શકે છે. દર્દીના કુટુંબીજનોએ બાયપાસની તૈયારી દાખવતાં સંબંધિત ડૉક્ટરોએ દર્દીનો હિસ્ટ્રી તપાસ્યો ત્યારે ખબર પડી કે થોડા સમય પહેલાંજ દર્દીએ કોરોનાને હંફાવ્યો હતો. આ સર્જરી કરનારા ડૉક્ટર પ્રતીક ભટનાગરે મિડિયા સાથેવાત કરતાં કહ્યું કે કોરોનાની સારવાર બાદ ઘણા પેશન્ટને પલ્મોનરી ફાઇબ્રોસિસની તકલીફ થાય છે એવું તાજેતરના કેટલાક કેસ પરથી અમને જાણવા મળ્યું હતું. એવા કિસ્સામાં ખૂબજ સાવચેતીપૂર્વક સર્જરી કરવી પડે. 

અમે જે દર્દીની બાયપાસ કરી એને કોરોનાની સારવાર પછી લોઅર રેસ્પેરેટરી ટ્રેક્ટ ઇન્ફેક્શન એટલે કે શ્વસનતંત્રના માર્ગમાં સંક્રમણ થયું હતું. પરિણામે એમનાં ફેફસાં એકસો ટકા વ્યવસ્થિત કામ કરતાં નહોતાં.  કોરોનાની સારવાર પછી કેટલાક લોકોને આવું થઇ જતું હોય છે. એટલે સર્જરી કરતી વખતે સાવધાની રાખવી પડે છે.

એટલે સર્જરી કરતી વખતે સાવધાની રાખવી પડે છે.
આ પ્રકારની સર્જરી જોખમી હોય છે અને એેને બિટિંગ હાર્ટ સર્જરી ટેચિંક કહેવાય છે. એમાં બીટિંગ હાર્ટ સર્જરી કર્યા બાદ હાર્ટ લંગ મશીનનો ઉપયોગ અમે ટાળીએ છીએ જેથી પંપ લંગ્સ તરીકે તબીબી જગતમાં ઓળખાતી તકલીફ ન થાય. આ પેશન્ટને છેક 2019થી હાર્ટની તકલીફ હતી. 


from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fMoAjL
via IFTTT

Post a Comment

0 Comments