ગુજરાતની ફાર્મા કંપની સ્ટર્લિંગ બાયોટેક સાથે જોડાયેલા બેન્ક છેતરપિંડીના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની ટીમ ફરી કોંગ્રેસના નેતા અહમદ પટેલના નિવાસે પહોંચી. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની નિકટના પટેલની ઇડીએ અઠવાડિયામાં ત્રીજી વખત મની લોન્ડરિંગ મામલે પૂછપરછ કરી. સાંડેસરા ભાઇઓ (ચેતન અને નીતિન સાંડેસરા) સાથેના તેમના સંબંધો અંગે સવાલ કરાયા.
ઇડી આ અગાઉ 27 અને 30 જૂને પણ તેમની પૂછપરછ કરી ચૂકી છે. ઇડીના એક સૂત્રએ જણાવ્યું કે છેલ્લી બે વખતની પૂછપરછ બાદ એજન્સી પટેલના જવાબથી સંતુષ્ટ નહોતી, જેથી ત્રીજી વાર પૂછપરછ કરાઇ છે. નોંધનીય છે કે 5,700 કરોડ રૂ.ની બેન્ક છેતરપિંડી મામલે સાંડેસરા ભાઇઓ સામે સીબીઆઇએ વર્ષ 2017માં એક કેસ દાખલ કર્યો હતો, જે મામલે વડોદરાની સ્ટર્લિંગ બાયોટેકના પ્રમોટર સાંડેસરા ભાઇઓ સાથે સંબંધો અંગે પટેલના પુત્ર ફૈસલ પટેલની ઇડીએ ગત વર્ષે પૂછપરછ કરી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
source https://www.divyabhaskar.co.in/national/news/money-laundering-case-ahmed-patel-interrogated-for-third-time-by-ed-127472752.html
0 Comments