ખાનગીકરણની દિશામાં રેલવેએ એક પગલું આગળ વધારી લીધું છે. રેલવે બોર્ડના ચેરમેન વી.કે. યાદવે કહ્યું કે, દેશમાં ખાનગી રેલગાડીઓનું સંચાલન એપ્રિલ 2023 સુધી શરૂ થઈ શકે છે. યાદવે કહ્યું કે, આ રેલમાર્ગો પર મુસાફર ભાડું આ માર્ગો પર ચાલતી બસ અને હવાઈ ભાડા સાથે સ્પર્ધાત્મક હશે.
ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સમાં બોર્ડના ચેરમેને કહ્યું કે, ટ્રેનના સંચાલન માટેની બોલી આ વર્ષે નવેમ્બર સુધી મગાવી લેવાશે. યાદવે એ પણ સ્પષ્ટ કર્યુંય કે, વર્તમાન ટ્રેનો બંધ કર્યા પછી કોઈ પણ રૂટ પર ખાનગી ટ્રેન શરૂ કરાશે નહીં. આ ટ્રેનો વર્તમાન ટ્રેન ઉપરાંત હશે. રેલવે નેટવર્કને ખાનગી હાથમાં સોંપવાની આશંકા અંગે યાદવે કહ્યું કે, ખાનગી ક્ષેત્ર દ્વારા થનારું રેલવેનું સંચાલન કુલ રેલગાડી પરિચાલનના માત્ર 5% હશે. ખાગની ટ્રેન માટે એ માર્ગો જ પસંદ કરાયા છે, જ્યાં વેઈટિંગના કારણે ટિકિટ રદ્દ થઈ જાય છે અને લોકો મોંઘી ટિકિટ ખરીદી શકે છે.
ખાનગીકરણનો ઉદ્દેશ્ય સરકાર જણાવે : કોંગ્રેસ
કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, સરકારે 17 માર્ચના રોજ સંસદમાં સ્પષ્ટ કહ્યું હતું કે, તે આમ નહીં કરે. હવે 109 રેલવેનું સંચાનલ ખાનગી હાથમાં સોંપવાની પ્રક્રિયા કયા આધારે શરૂ થઈ રહી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
source https://www.divyabhaskar.co.in/national/news/private-train-railway-boards-green-signal-may-start-by-2023-127472761.html
0 Comments