રામ મંદિરનું 5 ઓગસ્ટે ભૂમિ પૂજન, મોદી ટ્વિટર પર ઓબામા- ટ્રમ્પ બાદ ત્રીજા સૌથી લોકપ્રિય નેતા, એઈમ્સ કોરોના વેક્સીનનું હુમન ટ્રાયલ કરશે

આજે સોમવાર છે.સોમવારનો આજનોસંયોગ આશરે બે દાયકા બાદ આવ્યો છે. આજે સોમવાર અને અમાવસ્યાનો સંયોગ છે. સમાચારોની દ્રષ્ટિએ ગઈકાલ એટલે કે રવિવાર ખાસ દિવસ હતો. રામલલાના મંદિરથી રાજસ્થાનના રાજકારણ સુધી મુદ્દા ગરમ રહ્યા. મંદિરનાશિલાન્યાસને 15 દિવસ બાકી છે. પણ રાજસ્થાનમાં સરકારનો પાયો હજુ પણ હલી રહ્યો હોય તેમ જણાય છે. ભાજપે થોભો અને રાહ જુઓનું વલણ અપનાવ્યુ છે. એવું પણ નિવેદન આવ્યુ છે કે પાયલટને બોલાવશું નહીં પણ દરવાજા ખુલ્લા રાખીને મુકી દીધા છે. એવી પણ માહિતી આવી છે કે મોદીની લોકપ્રિયતામાં વધારો થયો છે. આ લોકપ્રિયતા ટ્વિટર પર છે. 9 મહિનામાં એક કરોડ ફોલોઅર્સનો ઉમેરો થયો છે. હવે વાત કોરોનાની કરીએ તો કોરોના સામે લડવા માટે એઈમ્સકોવેક્સીનનો હુમન ટ્રાયલ સોમવારથી શરૂ કરી શકે છે. ચાલો આજે ન્યૂઝ બ્રીફમાં જાણીએ કે મુખ્ય સમાચારમાં શું છે અને આજે શું થશે...
અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન 5 ઓગસ્ટના રોજ, મોદી ભાગ લેશે
5 ઓગસ્ટની તારીખ નક્કી કરવામાં આવી છે. રામ મંદિરનું ભૂમિ પૂજન અને પાયાનો પહેલો પથ્થર આ દિવસે રાખવામાં આવશે. વિશ્વ હિન્દુ પરિષદે તૈયાર કરેલા રામ મંદિરના મોડેલમાં 60 ટકા ફેરફાર બાદ હવે મંદિર વધારે ભવ્ય હશે. મંદિર ટ્રસ્ટ આ યોજના પર કામ કરી રહ્યુંછે કે મંદિરનુંપ્રાંગણ 108થી 120 એકરમાં હોય. 5 ઓગસ્ટના રોજ ભૂમિપૂજનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાગ લેશે. સવારે 11 વાગ્યાથી 3.30 વાગ્યા વચ્ચે PM મોદી મંદિરનો શિલાન્યાસ કરશે. ભૂમિપૂજન માટે પંડિત પણ પ્રધાનમંત્રીના સંસદીય ક્ષેત્ર કાશીથી જ આવશે. ત્રણથી સાડા ત્રણ વર્ષમાં આ મંદિર તૈયાર કરવામાં આવશે. મંદિર ટ્રસ્ટ તેમા સરકાર પાસેથી પૈસા નહીં લે. જે દાન અગાઉ આવ્યુ છે તેનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત કોરોના મહામારી બાદ ટ્રસ્ટ 10 કરોડ લોકો પાસેથી મંદિર માટે દાન લેવા વિચારણા કરી રહ્યું છે.

પાયલટ-ગેહલોત વિવાદમાં પહેલી વખત વસુંધરાનું નામ
છેલ્લા 10 દિવસથી રાજસ્થાનની રાજનીતિમાં આગ લાગી છે ત્યારે ભાજપે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. સચિન પાયલટ ભાજપમાં સામેલ થવાના સમાચાર વચ્ચે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીષ પૂનિયાએ કહ્યું કે પાયલટને ભાજપ તરફથી કોઈ જ આમંત્રણ નથી. પણ, જો તેઓ આવવા ઈચ્છે છે તો દરવાજા ખુલ્લા છે, સ્વાગત માટે તૈયાર છીએ. બીજી બાજુ કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્ર ગુડાએ દાવો કર્યો છે કે સમગ્ર રમત ભાજપના ઈશારાથી ચાલી રહી છે. હોર્સ ટ્રેડિંગની માફક તેમને પણ ભાજપની ઓફર આ કેસનાઆરોપી સંજય જૈન તરફથી મળી હતી. તેમણે મને વસુંધરા રાજે સાથે મુલાકાત કરવા કહ્યું હતું. રવિવારે દિવસભર રાજસ્થાનના રાજકારણનું તાપમાન ગરમ રહ્યું. પ્રેસ કોન્ફરન્સ બન્ને બાજુ થઈ. જોકે આ બાબતમાં ભાજપ પોતાને આરોપથી બચાવવાની ચાલમાં હતું અને કોંગ્રેસ આક્રમક રીતે આરોપ લગાવી રહી હતી.
ટ્વિટર પર મોદીના 6 કરોડ ફોલોઅર્સ, છેલ્લા 9 મહિનામાં એક કરોડ લોકોએ ફોલો કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ટ્વિટર પર 6 કરોડ ફેન થઈ ગયા છે. બરાક ઓબામા અને ડોનાલ્ડ ટ્રમ્પ બાદ મોદી સૌથી વધારે ફોલોઅર્સ મેળવનાર નેતા બની ગયા છે. આ 6 કરોડ પૈકી એક કરોડ ફોલોઅર્સ છેલ્લા નવ મહિનામાં જોડાયા છે. આ સાથે પીએમ મોદી વિશ્વના ત્રીજા એવા રાજનેતા પણ છે કે જેમને ટ્વિટર પર સૌથી વધારે ફોલો કરવામાં આવે છે. આ બાબતમાં અમેરિકાના ભૂતપુર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા 12.9 કરોડ ફોલોઅર્સ સાથે પ્રથમ સ્થાન પર છે. ત્યારબાદ અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 8.37 કરોડ ફોલોઅર્સ ધરાવે છે.

ચીન મુદ્દે એરફોર્સની આ સપ્તાહ બેઠક યોજાઈ શકે છે
ચીન સાથે ગલવાનમાં થયેલી ઝપાઝપી બાદ સ્થિતિ હવે નિયંત્રણમાં છે. પણ એરફોર્સ આ મુદ્દે આ સપ્તાહે એક અગત્યની બેઠક યોજી શકે છે. તેમા લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) નજીક પૂર્વી લદ્દાખમાં સ્થિતિ અંગે ચર્ચા થશે. આ સાથે આ મહિને રાફેલ ફાઈટર જેટ ભારતને મળવા જઈ રહ્યા છે, જેનું જલ્દીથી ઓપરેશનલ સ્ટેશન તૈયાર કરવા પણ ચર્ચા કરવામાં આવશે. કમાન્ડરોની આ બેઠક 22 જુલાઈથી શરૂ થઈ રહેલી કોન્ફરન્સ સમયે મળશે અને તે બે દિવસ ચાલશે. આ સાથે એરફોર્સને લગતા અન્ય કેટલાક મહત્વના મુદ્દાને લઈ પણ ચર્ચા થશે.

ભારતની દિકરી સમૃદ્ધિનો નવો રેકોર્ડ, 3.18 મિનિટમાં યોગના 100 આસન કર્યાં
ભારતીય મૂળની દિકરી સમૃદ્ધિ કાલિયાએ દુબઈમાં ઈતિહાસ રચ્યો છે. સમૃદ્ધિએ એક નાના બોક્સમાં 3 મિનિટમાં યોગના 100થી વધારે પોધ આપી નવો કીર્તિમાન સ્થાપિત કર્યો. સમૃદ્ધિનું આ ત્રીજુ યોગ ટાઈટલ છે, જેમાંથી 2 ટાઈટલ સમૃદ્ધિએ 1 મહિનામાં જ મેળવ્યા છે. 11 વર્ષની સમૃદ્દિનું નામ ગુરુવારે ફાસ્ટેસ્ટ હંડ્રેડ યોગા પોસ્ચર્સ પર્ફોમન્ડ ઈન રિસ્ટ્રિક્ટેડ એરિયા માટે ગોલ્ડન બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું. સમૃદ્ધિએ આ ચેલેન્જ 3 મિનિટ અને 18 સેકન્ડમાં દુબઈની પ્રસિદ્ધ ઈમારત બુર્જ ખલીફાના વ્યૂઈંગ ડેક પર પૂરું કર્યું.

આજે સોમવાર અને અમાવસ્યાનો યોગ, કંઈક આવો રહેશે દિવસ
સોમવારે બે શુભ અને એક અશુભ યોગ રહેશે. ચંદ્રમા દિવસભર બુધની રાશિ મિથુનમાં રહેશે અને સાંજે 5 વાગ્યા બાદ પોતાની રાશિ કર્કમાં પ્રવેશ કરશે. સવારે 11 વાગ્યા બાદ સર્વાર્થસિદ્ધિ યોગ રહેશે, જે ત્યાર પછીના દિવસની સવાર સુધી રહેશે. આ સાથે હર્ષણ નામનો શુભ યોગ થશે. આ સાથે હર્ષણ નામનો એક શુભ યોગ થશે. રાત્રે 10:30 વાગ્યા બાદ વજ્ર નામનો અશુભ યોગ બનશે.
ટેરો કાર્ડ્સના મતે 12 પૈકી 9 રાશિઓ માટે દિવસ ખૂબ જ સકારાત્મક અને સારા પરિણામ આપનાર રહી શકે છે. કેટલાક લોકોને માટે સમય આર્થિક લાભ આપનાર રહેશે. 3 રાશિઓ માટે દિવસ અનેક પ્રકારના સંઘર્ષવાળો હોઈ શકે છે.

આજથી કોવેક્સીનનો હૂમન ટ્રાયલ શરૂ થશે
દિલ્હી સ્થિત એઈમ્સમાં સોમવારથી કોરોનાના ઈલાજ માટે તૈયાર કોવેક્સીનનું માનવ પરિક્ષણ શરૂ થશે. એઈમ્સની એથિક્સ કમિટીએ આ માટે મંજૂરી આપી છે. કોવેક્સીનનું માનવ પર પહેલા અને બીજા તબક્કામાં ટ્રાયલ કરવા માટે ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (ICMR) તરફથી દિલ્હીની એઈમ્સ સહિત 12 સંસ્થાને પસંદ કરવામાં આવી છે. આ વેક્સીનનો ટ્રાયલ 375 લોકો પર કરવામાં આવશે, જેમાં 100થી વધારે વોલેન્ટીયર્સ પર એઈમ્સમાં ટ્રાયલ થશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
આ પ્રતિકાત્મક ફોટો છે


source https://www.divyabhaskar.co.in/national/news/bhumi-pujan-of-ram-temple-on-august-5-modi-to-test-aiims-corona-vaccine-on-twitter-127529597.html

Post a Comment

0 Comments