દેશમાં જન્મદર ઘટી રહ્યો છે. છેલ્લાં 27 વર્ષમાં જન્મદરમાં 32%નો ઘટાડો થયો છે. ગ્રામીણ ભારતની તુલનામાં શહેરી ભારતમાં જન્મદરમાં વધુ ઘટાડો થયો છે. સેક્સ રેશિયોની વાત કરીએ તો દેશમાં આજે પણ નવ રાજ્યો એવા છે, જ્યાં એક હજાર યુવકની સામે 900થી પણ ઓછી છોકરીઓ જન્મે છે. યુપી, બિહાર, ઝારખંડ જેવા રાજ્યોમાં આજે પણ 10%થી વધુ મહિલાઓ ડિલિવરી માટે હોસ્પિટલ આવતી નથી અને તેમને કોઈ એક્સપર્ટ પણ મળતા નથી. આ વાત જનગણના આયોગના સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ 2018ના આંકડામાં સામે આવી છે. આ આંકડાઓ હાલમાં જ બહાર પાડવામાં આવ્યા હતા.
1971માં પ્રતિ એક હજાર લોકો પર જીવિત શિશુઓની સંખ્યા એટલે કે જન્મદર 36.9 હતો. 1981માં આ દર 33.9 અને 1991માં 29.5 જ્યારે 2018માં આ ઘટીને 20નો થયો.
રુરલ ઈન્ડિયામાં જન્મદર અર્બન ઈન્ડિયાની તુલનામાં વધુ છે. 1977થી 2018ની વચ્ચે ગ્રામીણ ભારતમાં જન્મદર 5.4થી ઘટીને 2.4નો થયો, જ્યારે અર્બન ઈન્ડિયામાં 4.1થી ઘટીને 1.7નો થયો. 41 વર્ષમાં ગ્રામીણ ભારતમાં જન્મદરમાં 56% તો અર્બન ઈન્ડિયામાં 59%નો ઘટાડો થયો હતો.
સૌથી વધુ જન્મદરવાળા પાંચ રાજ્યમાં સાક્ષરતા દર 70%થી પણ ઓછો છો. સૌથી વધુ જન્મદર ધરાવતા બિહાર રાજ્યમાં 2011ની જનગણના પ્રમાણે, સાક્ષરતા દર 61.80% હતો. યુપીમાં 67.88%, મધ્યપ્રદેશમાં 69.32%, રાજસ્થાનમાં 66.11% તથા ઝારખંડમાં 66.41% લોકો જ ભણેલા છે, જે ત્રણ રાજ્યમાં જન્મદર સૌથી ઓછો છે, તેમાં સાક્ષરતા દર 86%થી વધુ છે. એટલે કે લોકો વધુ ભણેલા છે.
ભારતમાં 2016થી 2018ની વચ્ચે ત્રણ વર્ષમાં જન્મેલા બાળકોનો સેક્સ રેશિયો 899 છે. એટલે કે 1000 છોકરાઓની સામે 899 છોકરીઓનો જન્મ થયો હતો. 2013થી 2015ની વચ્ચે સેક્સ રેશિયો 900 હતો એટલે આ વખતે સેક્સ રેશિયોમાં પણ ઘટાડો થયો છે. ગ્રામીણ ભારતમાં 2016થી 2018માં 1000 છોકરાઓ સામે 900 છોકરીઓનો જન્મ થયો હતો. અર્બન ઈન્ડિયામાં 897 છોકરીઓ જન્મી હતી.
અર્બન ઈન્ડિયાની તુલનાએ રૂરલ ઈન્ડિયામાં પ્રજનન દર 24% વધુ
ભારતમાં 15થી 49 વર્ષની 100 મહિલાઓ પર જન્મ લેનારા બાળકોનો દર 70.4 છે. ગ્રામીણ ભારતમાં આ દર 77.4 છે જ્યારે અર્બન ઈન્ડિયામાં 56.7 છે. રાજ્ય પ્રમાણે જોઈએ તો બિહાર તથા યુપીમાં સૌથી વધુ અને કેરળ તથા પ.બંગળમાં સૌથી ઓછો પ્રજનન દર છે.
પ.બંગાળમાં મહિલાઓ નાની ઉંમરમાં માતા બને છે, યુપીમાં 40 વર્ષને પાર મહિલાઓ સૌથી વધુ માતા બને છે
આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર તથા પ.બંગાળમાં ફર્ટિલિટી રેટ 20-24ની ઉંમર ધરાવતી મહિલાઓમાં પીક પર હોય છે. જમ્મુ-કાશ્મીરમાં ફર્ટિલિટી રેટ 30-34 વર્ષની મહિલાઓમાં પીક પર હોય છે. આખા દેશમાં 25-29 વર્ષની મહિલાઓમાં ફર્ટિલિટી રેટ પીક પર હોય છે. દેશમાં 30 વર્ષની ઉંમર બાદ મહિલાઓનો ફર્ટિલિટી રેટ ઘટવા લાગે છે.
ભારતમાં 15-19 વર્ષની મહિલાઓનો પ્રજનન દર 12.2 છે, 20-24 વર્ષની મહિલાઓનો પ્રજનન દર 122.9, 25-29 વર્ષની મહિલાઓનો પ્રજનન દર 146.4, 30-34 વર્ષની મહિલાઓનો પ્રજનન દર 94.7 છે. 35થી 39 વર્ષની મહિલાઓનો પ્રજનન દર 36.9 છે, 40-44 વર્ષની મહિલાઓનો પ્રજનન દર 12.7 અને 45-49 વર્ષની મહિલાઓનો પ્રજનન દર 4.4 છે.
ભારતમાં 54.5% જન્મ સરકારી હોસ્પિટલમાં થાય છે. ગ્રામીણ ભારતની સરકારી હોસ્પિટલમાં પ્રસવનો આંકડો 53.8 જ્યારે શહેરી ભારતનો આંકડો 56.3% છે. કુલ પ્રસવમાં ક્વૉલીફાઈડ ડોક્ટર્સે ડિલિવરી કરી હોય તે દર 9.7% છે અને અનટ્રેઈન્ડ ડોક્ટર્સનો આંકડો 7.8% છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
source https://www.divyabhaskar.co.in/national/news/birth-rate-is-declining-in-the-country-less-than-900-girls-for-every-1000-boys-in-the-states-127539527.html
0 Comments