કોંગ્રેસ નેતાએ કહ્યું- કોરોના વાઈરસ નવા વિસ્તારમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે;PM સરેન્ડર કરી ચુક્યા છે, મહામારી સામે લડવા નથી માંગતા

કોરોના સંક્રમણ અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલે શનિવારે ટ્વિટ કર્યું કે, દેશમાં નવા વિસ્તારમાં કોરોના વાઈરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, પણ સરકાર પાસે કોરોનાને હરાવવા માટેનો કોઈ પ્લાન નથી. વડાપ્રધાન ચુપ છે. તેમણે સરેન્ડર કરી દીધું છે અને બિમારી સામે લડવાનો ઈન્કાર કરી દીધો છે.
રાહુલે એક મીડિયા રિપોર્ટનો હવાલો આપ્યો જેમાં કહેવામાં આવ્યું છે કે કોરોના અંગે ઘણા દિવસોથી ICMR પેનલ અને ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની કોઈ મીટિંગ નથી થઈ. સ્વાસ્થ્ય મંત્રાલય પણ મહામારી અંગે કોઈ બ્રીફિંગ નથી કરી રહ્યું.

રાહુલના ટ્વિટની અસર?
રાહુલના ટ્વિટના 3 કલાક પછી જ GOMની મીટિંગ શરૂ થઈ ગઈ
રાહુલે જે રિપોર્ટનો હવાલો આપ્યો, તેમાં કહેવામાં આવ્યું હતું કે કોરોના અંગે 9 જૂન પછી GOMની કોઈ મીટિંગ થઈ નથી, પરંતુ રાહુલના ટ્વિટ પછી થઈ રહી છે તો તેને રાહુલના ટ્વિટની અસર કહેવીકે બીજું કંઈ. તેમના ટ્વિટ કર્યાના 3 કલાક પછી જ સમાચાર આવ્યા કે દિલ્હીમાં GOMની બેઠક ચાલી રહી છે.

6 દિવસમાં કોરોનાના એક લાખ દર્દી વધ્યા
દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા શુક્રવારે 5 લાખને પાર પહોંચી ગઈ છે. માત્ર 6 દિવસમાં જ કોરોનાના દર્દીઓની સંખ્યા 4 લાખથી વધીને પાંચ લાખ થઈ ગઈ છે. 20 જૂને સંક્રમિતોની સંખ્યા 4 લાખને પાર પહોંચી હતી. દેશમાં 30 જાન્યુઆરીએ કોરોનાનો પહેલા કેસ આવ્યો હતો. ત્યારબાદ 110 દિવસ પછી એટલે કે 10 મેના રોજ આ આંકડો વધીને એક લાખે પહોંચ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
congress Leader Rahul Gandhi Latest Attacks On Narendra Modi Over India Coronavirus disease (COVID 19) Cases crossed 5 lakh mark


source https://www.divyabhaskar.co.in/national/news/congress-leader-rahul-gandhi-latest-attacks-on-narendra-modi-over-india-coronavirus-disease-covid-19-cases-crossed-5-lakh-mark-127452686.html

Post a Comment

0 Comments