કોરોનાટાઈમમાં દેશભરની પોલીસની કામગીરીના વખાણ થઇ રહ્યા છે. તેઓ રાત-દિવસ જોયા વગર ફરજ બજાવી રહ્યા છે, આ દરમિયાન મધ્યપ્રદેશમાં રેવા શહેરના પોલીસ કોન્સ્ટેબલની રજા ચિઠ્ઠી ખૂબ વાઈરલ થઇ રહી છે. ચિઠ્ઠીમાં તેણે પોતાની ભેંસની તબિયત સારી ના હોવાથી 6 દિવસની રજા માટે અરજી કરી છે.
કુલદીપ તોમર રેવામાં સ્પેશિયલ આર્મ ફોર્સ(SAF)માં ડ્રાઈવરની ફરજ બજાવે છે. તેણે લેટરમાં લખ્યું છે કે, ‘મારી માતાની તબિયત છેલ્લા 2 મહિનાથી સારી નથી. મારા ઘરે ભેંસ પણ છે, જે મને ઘણી વ્હાલી છે. ભેંસે હાલમાં જ પાડાને જન્મ આપ્યો છે, તે બંનેનું ધ્યાન રાખવા માટે કોઈ નથી. પોલીસની પરીક્ષા પાસ કરવામાં મને આ ભેંસના દૂધથી જ શક્તિ મળી છે. મારું વજન વધારવામાં તેણે મારી મદદ કરી. હવે મારે તેનો ઉધાર ચૂકવવાનો સમય આવી ગયો છે. હું તમને 6 દિવસની રજા માટે વિનંતી કરું છું. આ રજામાં હું મારી માતા અને ભેંસનું ધ્યાન રાખવા માગું છું.’
રિપોર્ટ પ્રમાણે, કુલદીપના ઓફિસરે મીડિયાને જણાવ્યું કે, અમે દરેક એપ્લિકેશન ગંભીરતાથી લઈએ છીએ, પછી તેનું કારણ ભલે ગમે તે હોય. કોઈ મને રજા માટે પૂછે છે તો હું કોઈ પણ વાંધો ઉઠાવતો નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
source https://www.divyabhaskar.co.in/national/news/the-police-constable-wrote-in-the-leave-letter-my-buffalo-is-not-in-good-health-please-give-me-6-days-leave-127455898.html
0 Comments