5.49 લાખ કેસઃ ભારતમાં દર 100 ટેસ્ટ પર સરેરાશ 6 દર્દી મળી રહ્યા છે, આ કેસમાં બ્રાઝીલ 45 સંક્રમિતો સાથે ટોપ પર

દેશમાં અત્યાર સુધી 5 લાખ 49 હજાર 197 કોરોના કેસ આવી ચુક્યા છે. જેમાં અડધાથી વધુ એટલે કે 3.21 લાખ દર્દી સાજા થઈ ચુક્યા છે, 2.12 લાખની સારવાર ચાલી રહી છે. 16 હજાર 486 સંક્રમિતોના મોત થયા છે. દેશમાં પ્રતિ 100 ટેસ્ટીંગ પર સરેરાશ 6 દર્દી મળી રહ્યા છે. આ કેસમાં ભારત સૌથી વધુ સંક્રમિત ટોપ -5 દેશમાં ત્રીજા નંબરે છે. 100 ટેસ્ટીંગ પર 45 દર્દી સાથે બ્રાઝીલ ટોપ પર છે. ત્યારપછી અમેરિકા, રશિયા અને બ્રિટનનો નંબર છે.

અપડેટ્સ

  • મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં હવે ઘરે ઘરે જઈને કોરોના તપાસ કરાવવામાં આવશે. દિલ્હી, મુંબઈ સહિત અન્ય ઘણા સ્થળો પર આવો સર્વે પહેલાથી ચાલી રહ્યો છે. લક્ષણ વાળા સભ્યોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે પછી તેની પર ડોક્ટરની ટીમ દેખરેખ રાખે છે.
  • મણિપુરમાં 15 જૂલાઈ સુધી લોકડાઉન વધારી દેવાયું છે. મુખ્યમંત્રી એન બિરેન સિંહે રવિવારે આ અંગેની જાહેરાત કરી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે હજુ સુધી 1092 લોકો સંક્રમિત મળી આવ્યા છે. અહીંયા 660 એક્ટિવ કેસ છે અને 432 લોકો સાજા થયા છે.

પાંચ રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશઃ અહીંયા 167 નવા દર્દી સામે આવ્યા અને 4 લોકોના મોત થયા. ભોપાલમાં 41, ઈન્દોરમાં 32, મુરૈનામાં 18 પોઝિટિવ કેસ વધ્યા છે. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 12 હજાર 965 થઈ ગઈ છે. જેમાંથી 2444 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી 550 લોકોના મોત થયા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઈલ તસવીર


source https://www.divyabhaskar.co.in/national/news/coronavirus-in-india-live-news-and-updates-of-29th-june-127459243.html

Post a Comment

0 Comments