દેશભરમાં અત્યાર સુધી 5 લાખ 29 હજારથી વધુ લોકો કોરોનાના સંકજામાં આવી ગયા છે. અને 16 હજાર 103 લોકોના અત્યાર સુધી કોરોનાના કારણે મોત થયા છે. સાથે જ દેશભરમાં 3 લાખ 10 હજારથી વધુ લોકો સાજા થયા છે.દેશભરમાં સૌથી વધુ 1 લાખ 59 હજારથી વધુ દર્દી તો માત્ર મહારાષ્ટ્રમાં જ છે. અહીંયા 7 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. તો 80 હજારથી વધુ દર્દીઓ સાથે દિલ્હી બીજા ક્રમે છે. અહીંયા 2 હજારથી વધુ લોકોના મોત થયા છે. દેશભરમાં છેલ્લા 24 કલાકની અંદર 20,132 કોરોનાના દર્દીઓ વધ્યા છે.
અપડેટ્સ
- પુડ્ડુચેરીના મુખ્યમંત્રીનો સ્ટાફ કોરોના પોઝિટિવ, CM વી નારાયણસામીને ક્વોરન્ટિન કરાયા છે.
- કર્ણાટકના બેંગલુરુમાં હવે દર રવિવારે ટોટલ લોકડાઉન રહેશે. નાઈટ કર્ફ્યૂ પણ એક કલાક પહેલા 8 વાગ્યાથી શરૂ થઈ જશે. બહારથી આવેલા લોકોને 14 દિવસ હોમ ક્વૉરન્ટીનમાં રહેવું પડશે. પરંતુ મહારાષ્ટ્રાથી પાછા આવ્યા પછી 7 દિવસ માટે ફરજીયાત પણે ક્વૉરન્ટીન સેન્ટરમાં રહેવું પડશે.
- તમિલનાડુના મદુરૈમાં પણ 27 થી 29 જૂન સુધી ટોટલ લોકડાઉન રહેશે. મદુરૈ જિલ્લા ક્લેક્ટરે આ સંબંધમાં આદેશ જાહેર કર્યા છે.
- આસામની રાજધાની ગુવાહાટીમાં 27 જૂનથી 14 દિવસ માટે ટોટલ લોકડાઉન શરૂ થશે. આ વખતે નિયમો પહેલા કરતા વધુ કડક હશે. રાજ્યમાં એસપી અને અન્ય અધિકારીઓ સહિત 30 પોઝિટિવ મળ્યા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
source https://www.divyabhaskar.co.in/national/news/corona-virus-in-india-live-news-and-updates-of-28th-june-127455783.html
0 Comments