વિશ્વભરમાં છેલ્લાં 50 વર્ષમાં 14.26 કરોડ મહિલા લાપતા થઇ, જેમાંથી ત્રીજા ભાગની એટલે કે 4.58 કરોડ માત્ર ભારતની છે. યુએનના લેટેસ્ટ રિપોર્ટ મુજબ લાપતા મહિલાઓની સંખ્યા ભારત અને ચીનમાં સૌથી વધુ છે.
યુએનએફપીએના ‘વૈશ્વિક વસતીની સ્થિતિ 2020’ રિપોર્ટમાં જણાવાયું છે કે 50 વર્ષમાં લાપતા મહિલાઓની સંખ્યા બમણી થઇ ગઇ છે. 1970માં આ આંકડો 6.10 કરોડ હતો, જે 2020માં 14.26 કરોડ થઇ ગયો. 2020 સુધીમાં ભારતમાં 4.58 કરોડ અને ચીનમાં 7.23 કરોડ મહિલાઓ લાપતા થઇ. પ્રસૂતિ પહેલાં કે પછી જાતિ પરીક્ષણના કારણે લાપતા બાળકીઓની સંખ્યા પણ રિપોર્ટમાં સામેલ છે, જે મુજબ 2013થી 2017 વચ્ચે ભારતમાં અંદાજે 4.60 લાખ બાળકીઓ દર વર્ષે જન્મ સમયે લાપતા થઇ.
એક વિશ્લેષણ મુજબ કુલ લાપતા બાળકીઓમાંથી અંદાજે બે તૃતીયાંશ કેસો અને જન્મ સમયે થતાં મોતના એક તૃતીયાંશ કેસો જાતિ પરીક્ષણ સાથે જોડાયેલા છે. જાતિ ભેદભાવના કારણે (જન્મ પૂર્વે) જાતિ પરીક્ષણના કારણે દુનિયાભરમાં દર વર્ષે લાપતા થતી અંદાજે 12થી 15 લાખ બાળકીઓમાંથી 90-95 ટકા ભારત અને ચીનની હોય છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
source https://www.divyabhaskar.co.in/national/news/in-the-last-50-years-1426-crore-women-have-gone-missing-in-the-world-of-which-458-crore-are-from-india-alone-un-127464062.html
0 Comments