મોદી સરકારે 25 માર્ચથી 22 વખત પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા: સોનિયા ગાંધી

પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો યથાવત્ છે. સતત વધતાં ભાવના વિરોધમાં વિપક્ષી દળ કોંગ્રેસે સોમવારે માર્ગો પર ઊતરી દેખાવ કર્યા. તેના નેતાઓએ દિલ્હી સહિત દેશભરનાં અનેક શહેરોમાં દેખાવો કર્યા હતા. આ દરમિયાન કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ સરકાર સમક્ષ પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો પાછો ખેંચવાની માગ કરી હતી. એક વીડિયોમાં તેમણે કહ્યું કે સરકાર કપરા સમયમાં દેશવાસીઓની મદદ કરે નહીં કે તેમની મુશ્કેલીનો ફાયદો ઉઠાવી નફાખોરી કરે. ગત 3 મહિનામાં મોદી સરકારે 22 વખત પેટ્રોલ/ડીઝલના ભાવમાં વધારો ઝીંક્યો હતો.

2014 પછી કેન્દ્ર સરકારે પ્રજાને ક્રૂડ ઓઈલના ઘટતા ભાવનો લાભ આપવાને બદલે તેના પર 12 વખત એક્સાઈઝ ડ્યૂટી વધારી 18 લાખ કરોડ રૂપિયાની વધારાની વસૂલી કરી છે. આ પ્રજાની મહેનતની કમાણીમાંથી પૈસા કાઢી સરકારી ખજાનો ભરવાનું એક ઉદાહરણ છે. પાર્ટી નેતા રાહુલ અને પ્રિયંકાએ લોકોને ‘સ્પિક અપ અગેન્સ્ટ ફ્યૂઅલ હાઈક’ અભિયાન સાથે જોડાવા અપીલ કરતાં કહ્યું કે સરકાર એક્સાઈઝ તાત્કાલિક ઘટાડે.

કેન્દ્ર 10 લાખ કરોડ, રાજ્યો 3 લાખ કરોડ રૂપિયા કમાયા
2014થી 2016 વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ઝડપથી ઘટાડો થયો તો સરકારે તેનો ફાયદો સામાન્ય લોકોને આપવાને બદલે એક્સાઈઝ ડ્યૂટી ઉપરાંત રોડ સેસ લગાવી આવક વધારી. 2014-15, 2018-19 વચ્ચે કેન્દ્રએ 10 લાખ કરોડ, રાજ્ય સરકારોએ 3 લાખ કરોડની કમાણી કરી છે.

પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું- ઈંધણથી મળેલા પૈસા ગરીબોને જાય છે, વચેટિઓને નહીં
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વળતો હુમલો કરતાં કહ્યું કે ઈંધણ પર ટેક્સથી આવેલો પૈસો ગરીબો, ખેડૂતો અને પ્રવાસી શ્રમિકોના કલ્યાણ પાછળ ખર્ચાય છે, નહીં કે વચેટિયાઓના ખાનગી ફાયદા માટે. તમને જણાવી દઈએ કે 7 જૂનથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થવાની શરૂઆત થઇ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Modi government raises petrol-diesel prices 22 times from March 25: Sonia Gandhi


source https://www.divyabhaskar.co.in/national/news/modi-government-raises-petrol-diesel-prices-22-times-from-march-25-sonia-gandhi-127462034.html

Post a Comment

0 Comments