World Sight Day 2020 : આંખોની દ્રષ્ટિને ખામીથી બચાવવા માટે કરો આ કામ!

નવી દિલ્હી, તા. 08 ઑગષ્ટ 2020, ગુરુવાર 

વિશ્વ દ્રષ્ટિ દિવસ દર વર્ષે ઑક્ટોબર મહીનાના બીજા ગુરુવારે મનાવવામાં આવે છે. આ વર્ષે 8 ઑક્ટોબર એટલે કે આજે વિશ્વ દ્રષ્ટિ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસ ઝાંખી દ્રષ્ટિ, અંધાપાની સાથે સાથે દ્રષ્ટિ સંબંધિત સમસ્યાઓ વિશે જાગરૂકતા પેદા કરવા માટે મનાવવામાં આવે છે. વર્લ્ડ સાઇટ ડે 2020ની થીમ 'હોપ ઇન સાઇટ' રાખવામાં આવી છે. ડબ્લ્યૂએચઓ અનુસાર વિશ્વભરમાં 1 અબજ લોકો આંખોની ખામીથી પીડાઇ રહ્યા છે. 

આંખોની રોશની ઓછી હોવા પાછળ કેટલાય કારણો હોઇ શકે છે જેમાં ડાયાબિટીસ અને ટ્રેકોમા, આંખોમાં આઘાત અથવા પ્રત્યાવર્તનક્ષમ ખામી, મોતિયો, વગેરે જેવી બીમારીઓ સામેલ છે. કમજોર આંખોની સમસ્યાથી મોટાભાગના લોકો પીડાતા હોય છે અને આ સમસ્યા વિશ્વમાં દિવસેને દિવસે વધી રહી છે. આંખોની રોશની વીક હોવા પાછળ કેટલાય કારણ છે. જાણો, આંખોને નબળી હોવાથી બચાવવા માટે શું કરશો?

આંખોનું વિઝન ઓછું હોવાનું કારણ 

આપણી લાઇફસ્ટાઇલ અને ડાયેટના કારણે આંખોનું વીઝન ઓછુ થવુ વાજબી છે. આ સમસ્યા હવે ઘણી સામાન્ય વાત બની ગઇ છે જેનું કારણ વધારે ફોનનો ઉપયોગ, મોડી રાત સુધી મોબાઇલનો વપરાશ કરતાં રહેવું, કૉમ્પ્યૂટર અને લેપટોપ પર કલાકો સુધી સમય વિતાવવો, આંખોને આરામ આપ્યા વગર સતત સ્ક્રીનને જોતા રહેવું વગેરે આંખોના વિઝન ઓછું કરવા માટે જવાબદાર હોય છે. ઘણીવાર આપણા ખાવા-પીવાની આદતોને કારણે પણ આંખોની રોશની નબળી પડી શકે છે. આંખોની રોશની જાળવી રાખવા માટે હેલ્ધી ડાયેટ લેવો વધારે જરૂરી છે. 

આંખોની રોશની જાળવી રાખવાની પદ્ધતિ

1. ઠંડા પાણીથી આંખોને સાફ કરો

આંખોને સ્વસ્થ રાખવા માટે દરરોજ સવારે આંખો પર પાણીની છાલક મારો. આમ કરવાથી તમારી આંખોને ઠંડક મળે છે અને આંખોમાંથી ગંદકી પણ બહાર નિકળી શકે છે. આ ઉપરાંત આમ કરવાથી આંખોમાં ડિહાઇડ્રેશનની સમસ્યાથી પણ રાહત મળી શકે છે. કેટલાય લોકોની આંખો ડ્રાય થઇ જાય છે. દરરોજ સવારી પાણીથી આંખ ધોવાથી આંખોની ડ્રાયનેસ દૂર થઇ શકે છે. 

2. આંખો માટે આરામ છે જરૂરી 

જો રાત્રે દિવસ તમે વધુ પડતો સ્ક્રીનનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારી આંખોનું વિઝન નબળુ થઇ શકે છે. આંખોને આરામ આપવો જરૂરી છે. એટલા માટે કામ દરમિયાન વચ્ચે-વચ્ચે પોતાની આંખોને 2 થી 3 મિનિટ માટે બંધ કરી લો. આમ કરવાથી આંખોનું તણાવ પણ ઓછું થઇ જશે. આ ઉપરાંત તમે તમારા બંને હાથની હથેળીઓને એકબીજા સાથે રગડો અને જ્યારે હથેળી ગરમ થઇ જાય ત્યારે તેને હળવા હાથથી આંખો પર રાખી લો. તેનાથી પણ આંખોને આરામ મળી શકે છે. 

3. આંખોનું ચેકઅપ કરાઓ

નિયમિત રીતે આંખોની તપાસ કરાવવી જરૂરી છે. જો તમે શરૂઆતના લક્ષણોની ઓળખ કરીને આંખોની તપાસ કરાવી લો છો તો આંખોને નુકશાન પહોંચતા અટકાવી શકો છો. વધારે ઉપકરણોનો ઉપયોગ કરવાથી આંખો સતત કમજોર થવા લાગે છે. કાળજી ન લેવામાં આવે તો આ એક ગંભીર સમસ્યા બની શકે છે. એટલા માટે આંખોની કાળજી રાખવા માટે આંખોનું ચેકઅપ કરવાતા રહો. 

4. હેલ્ધી ડાયેટ લો

કેટલાય એવા ફૂડ્સ છે જેનું સેવન કરીને આંખોની રોશની જાળવી શકાય છે. પોતાના ડાયેટમાં ગાજર, મૂળા, ટામેટાં, બીટ, દાડમને સામેલ કરો. તેનાથી ડ્રાય-આઇ સિન્ડ્રોમની સમસ્યા દૂર રહે છે. આ ઉપરાંત પાલકનું સેવન કરો આ પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. 



from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33EHiWC
via IFTTT

Post a Comment

0 Comments