Navaratri 2020 : નવરાત્રી શરૂ થતાં પહેલાં કરી લો આ 8 કામ

નવી દિલ્હી, તા. 16 ઑક્ટોબર 2020, શુક્રવાર 

17 ઑક્ટોબરથી શારદીય નવરાત્રીની શરૂઆત થઇ રહી છે. આ નવ દિવસોમાં ભક્ત માતાને પ્રસન્ન કરવાની કોશિશ કરે છે. નવરાત્રીમાં દેવી પૂજા અને નવ દિવસના વ્રતનું ઘણું મહત્ત્વ છે. આ નવ દિવસોમાં ભક્તોને કેટલાય પ્રકારના નિયમોનું પાલન કરતા હોય છે. એવામાં માતાના આગમન પહેલા આ 8 કામ કરી લેશો તો તમે આરામથી આ નિયમોનું પાલન કરી શકશો અને દેવી માતાની પૂજામાં કોઇ અડચણ આવશે નહીં. 

ઘરની સફાઇ કરી લો :- નવરાત્રી શરૂ થતાં પહેલા ઘરની સારી રીતે સફાઇ કરી લો. પૂજા ઘરથી લઇને ઘરના દરેક ખૂણા પણ સારી રીતે સાફ કરી લો. માન્યતા છે કે ગંદકીભર્યા ઘરમાં માતા વિરાજમાન કરવાથી ભક્તોને માતાની કૃપા મળતી નથી. 

ઘરને પવિત્ર કરી લો :- ઘરની સફાઇ કર્યા બાદ ઘરનું શુદ્ધિકરણ પણ જરૂરી છે. સફાઇ કરેલા આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરી લો. તેનાથી તમારું ઘર પવિત્ર થઇ જશે. આ ઉપરાંત કળશ સ્થાપનાની પણ તૈયારી એક દિવસ પહેલા કરી લો. 

ઘરના દરવાજા પર સ્વાસ્તિક બનાવી લો :- નવરાત્રી શરૂ થયાના એક દિવસ પહેલા પોતાના મુખ્ય દ્વાર પર માતાના સ્વાગત માટે સ્વાસ્તિક બનાવી લો. પૂજા ઘરમાં જ્યાં માતાને સ્થાપિત કરવાના છે તે ચોકી આગળ પણ સ્વાસ્તિક બનાવી લો. 

ઘરમાંથી તામસિક ભોજન હટાવી દો :- જો તમે ફ્રિઝમાં કંઇક નોનવેજ રાખ્યું છે તો નવરાત્રી શરૂ થતા પહેલાં તેને ઘરમાંથી હટાવી લો. શક્ય હોય તો ઘરમાં લસણ, ડુંગળી પણ ન રાખશો.

કપડાંની વ્યવસ્થા :- નવરાત્રીમાં રંગોનું પણ ખાસ મહત્ત્વ હોય છે. આ દરમિયાન ડાર્ક અથવા કાળા કપડાં હટાવીને નવ દિવસના હિસાબથી સાફ-સુથરાં કપડાં પહેરવાની વ્યવસ્થા કરી લો. 

વાળ કપાવી લો :- જો તમે વાળ કપાવવા વિશે વિચારી રહ્યા છો તો નવરાત્રી શરૂ થતાં પહેલાં જ કાપી લો. નવરાત્રીમાં નવ દિવસ દાઢી-મૂંછ અને વાળ કપાવવાનું શુભ માનવામાં આવતું નથી. જો કે મુંડન સંસ્કારને નવરાત્રીમાં શુભ માનવામાં આવે છે. 

નખ કપાવી લો :- નવરાત્રી દરમિયાન નખ કાપવું પણ પ્રતિબંધિત હોય છે એટલા માટે નવરાત્રી શરૂ થતાં પહેલા જ નખ કાપી લેવા જોઇએ. 

વ્રતનો સામાન મંગાવી લો :- જો તમે નવ દિવસનું વ્રત રાખો છો તો સાબુદાણા, સિંધવ મીઠુ, ફળ, બટાકા, મગફળી વગેરે જેવો વ્રતનો સામાન પહેલાથી મંગાવીને રાખી લો. 



from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31eBQIF

Post a Comment

0 Comments