શ્રાદ્ધ પક્ષમાં આ દિવસે પ્રાપ્ત થાય છે માતા લક્ષ્મીજીનું વરદાન

નવી દિલ્હી, તા. 08 સપ્ટેમ્બર 2020, મંગળવાર 

ભાદરવા માસમાં કૃષ્ણ પક્ષ અષ્ટમીના દિવસે શ્રી મહાલક્ષ્મી વ્રત કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુએ આ દિવસે માતા લક્ષ્મીની પ્રાપ્તિનો માર્ગ દર્શાવ્યો હતો. આ વ્રતને ગજલક્ષ્મી વ્રત પણ કહેવામાં આવે છે. આ દિવસે હાથી પર સવાર માતા લક્ષ્મીજીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. રાધા અષ્ટમીથી શરૂ થતો આ વ્રત 16 દિવસ સુધી પિતૃપક્ષની અષ્ટમી સુધી રહે છે. શ્રી મહાલક્ષ્મીજીનો વિધિ વિધાનથી વ્રત કરવાથી ઘર-પરિવાર ધન-ધાન્યથી પરિપૂર્ણ થઇ જાય છે. 

શ્રાદ્ધ પક્ષમાં અષ્ટમીનો દિવસ વિશેષ રીતે શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે શ્રાદ્ધ પક્ષમાં આવનાર અષ્ટમીના દિવસે માતા લક્ષ્મીનું વરદાન પ્રાપ્ત થાય છે. કહેવામાં આવે છે કે આ દિવસ સોનું ખરીદવાથી તે આઠ ગણું વધી જાય છે. મહાલક્ષ્મી વ્રત કરવાથી સુખ, સંપન્નતા, ઐશ્વર્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ગજલક્ષ્મી વ્રતની પૂજા સાંજે કરવામાં આવે છે. 

આ વ્રતમાં માતા લક્ષ્મીને લાલ, ગુલાબી અથવા પીળા રંગના રેશમી વસ્ત્રોથી તૈયાર કરવામાં આવે છે. માતાજીને સફેદ બરફીનો ભોગ લગાવવામાં આવે છે. શ્રીયંત્ર, સોના ચાંદીના સિક્કા અને ફળ ફૂલ મા લક્ષ્મીને અર્પણ કરો. મહાલક્ષ્મી વ્રત પ્રારંભ કરતી વખતે પોતાના હાથમાં હળદરથી રંગાયેલ 16 ગાંઠનું રક્ષાસૂત્ર બાંધવામા આવે છે. 16માં દિવસની પૂજા બાદ તેને વિસર્જિત કરી દો. માતાની પૂજામાં કોઇ સોનાની વસ્તુ રાખો. પૂજા સ્થળ પર ચાંદીના હાથીનો ઉપયોગ કરો. માતા લક્ષ્મીજીની મૂર્તિની આગળ શ્રીયંત્ર પણ રાખો. કમળના ફૂલથી લક્ષ્મીજીની પૂજા કરવી જોઇએ. 



from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jVdU3N

Post a Comment

0 Comments